હવે દિવંગત ઈરફાનનો પુત્ર બાબીલ પણ બોલીવૂડમાં ડેબ્યુ કરવાનો છે. તે ક્વાલા નામની ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યો છે. બાબીલે કહ્યું હતુ કે, તેને એક સ્ટારકિડ હોવા છતાં પણ બોલીવૂડમાં કામ મેળવવા માટે ખાસ્સો સંઘર્ષ કરવો પડયો છે.

તેથી તેના પર સગાવાદ જેવા વાદનો આક્ષેપ કોઇ મુકી શકે એમ નથી. તેણે એમ પણ કહ્યુ હતુ કે, તેણે કદી કામ મેળવવા માટે પિતાના નામનો ઉપયોગ કર્યો નથી. તેણે ઘણા ઓડિસન્સ આપવા પડયા છે અને તેમાં તેને રિજેક્ટ પણ કરવામાં આવ્યો છે.
બાબીલની માતા અને દિવંગત ઇરફાનની પત્ની પણ નથી ઇચ્છતા કે બાબીલ સિનેમામાં દિવંગત પિતાની ઓળખથી કામ મેળવે. કિફાન ખાને તો પોતાની કારકિર્દીમાં સફળ ફિલ્મો આપીને દર્શકોના દિલમાં સ્થાન જમાવ્યું હવે તેનો પુત્ર બાબીલની કારકિર્દી તો સમય જ દાખવશે.
READ ALSO
- સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા, સરકાર સમક્ષ કરી આ માંગ
- IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત
- વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર