GSTV
Home » News » લતા મંગેશકરના સ્વાસ્થમાં થઈ રહ્યો છે ધીરે ધીરે સુધારો, થોડા સમયમાં હોસ્પિટલમાંથી કરવામાં આવશે ડિસચાર્જ

લતા મંગેશકરના સ્વાસ્થમાં થઈ રહ્યો છે ધીરે ધીરે સુધારો, થોડા સમયમાં હોસ્પિટલમાંથી કરવામાં આવશે ડિસચાર્જ

સુર સામ્રાજ્ઞા લતા મંગેશકરેને ફેંફસામાં ઇન્ફેકશન થતા મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાથી તેમને આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા. હવે તેમના સ્વાસ્થયમાં ધીમો સુધારો થઇ રહ્યો છે.  તેમના પરિવારની એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, પ્રમાણિકતાથી કહું તો, તેઓની તબિયત જલદી સારી થઇ રહી છે. તે વાસ્તવમાં એક યોદ્ધા છે. જ્યારે લતાદીદીને હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરવામાં આવશે ત્યારે અમે સતાવાર રીતે જણાવશું.

ન્યુમોનિયાથી પણ પીડાઇ રહ્યા છે

હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસિન ફિજિશિયનના અનુસાર, તેમના ડાબા વેંટ્રિકુલરમાં તકલીફ ઊભી થઇ છે, તેમજ તેઓ ન્યુમોનિયાથી પણ પીડાઇ રહ્યા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમની તબિયત નાજુક હતી. પરંતુ હવે ધીરે ધીરે તેમના સ્વાસ્થયમાં સુધારો થઇ રહ્યો છે. ડાકટરના અનુસાર, લેફ્ટ વેટ્રિકલ  સૌથી વધુ હાર્ટ પમ્પિંગ પાવરનું સપ્લાઇ કરતું હોય છે, અને સામાન્ય ફંકશન માટે આ જરૂરી છે. આવી સ્થિતિમાં હૃદયના ડાાબા ભાગને વધુ કામ કરવું પડતું હોય છે.

ઉષા મંગેસકરે જણાવ્યું કે

લતાજીની બહેન ઉષા મંગેસકરે જણાવ્યું હતું કે, લતા દીદી હજી પણ હોસ્પિટલમાં છે. તેઓ ડોકટરોની દેખરેખ હેઠળ છે અને તેમના સ્વાસ્થયમાં સુધારો થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, પીઢ ગાયિકાએ હજાર ફિલ્મોથી વધુ ફિલ્મોમાં ગીતો હાયા છે. તેમજ તેમણે ૩૬ પ્રાંતીય ભાષાઓ અને વિદેશી ભાષાઓમાં પણ ગીતો ગાયા છે. તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ,  ભારત રત્ન, ૩ નેશનલ એવોર્ડ સહિત કેટલાય પુરસ્કાર મળ્યા છે.

Read Also

Related posts

દુનિયાના સૌથી ભયંકર ભૂતો બનાવતા જેક ડિવેસે કર્યો અભિષેક બચ્ચનનો કોન્ટેક્ટ, પણ અભિષેક તો….

Bansari

કોરોના વાયરસ કેસમાં ભારતને મળી મોટી સફળતા, દર્દીઓની હાલતમાં આવવા લાગ્યો સુધાર

Mayur

ફાગણ માસમાં કરો આ મહા ઉપાય, જીવનની દરેક સમસ્યાઓ થઇ જશે દૂર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!