સ્વર જેમના માટે સાધના હતી તેવા લેજન્ડરી લતા મંગેશકરનાં નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. લતા દીદીનાં માતા ગુજરાતી હોવાનાં નાતે ગુજરાતીઓ સાથેનો તેમનો સબંધ દાયકાઓ જૂનો રહયો છે. લતાજીની સૌરાષ્ટ્રમાં દ્વારકા અને સોમનાથ મહાદેવનાં દર્શન કરવાની ઈચ્છા તેઓ વારંવાર વ્યકત કરતા હતા પરંતુ તેમની આ ઈચ્છા અધુરી રહી ગઈ છે.

સૌરાષ્ટ્રનાં કલાકારો જ્યારે પણ મુંબઈ તેમને મળવા જતા ત્યારે…
સૌરાષ્ટ્રનાં કલાકારો જ્યારે પણ મુંબઈ તેમને મળવા જતા હતા ત્યારે સૌરાષ્ટ્ર – ગુજરાત આવવાની અને સોમનાથ મહાદેવ અને દ્વારકા આવવાની ઈચ્છા વ્યકત કરતા હતા. અનેક વખત આયોજનો પણ કર્યા હતા પરંતુ તબિયત અને અન્ય કારણોસર આયોજનો રદ કરાયા હતાં.
સૌરાષ્ટ્રનાં રાજુલાનાં એક યુવાન મહેશ રાઠોડ વર્ષો સુધી તેમના પીએ તરીકે કામ કરતા હતા . લતાજીને મળનાર કલાકારોએ જણાંવ્યુ હતું કે મુંબઈ ખાતેના તેમના નિવાસે જ્યારે જતા ત્યારે લતાજી ગુજરાતીમાં વાતો કરતા હતા. માતા ગુજરાતી હોવાને કારણે સારુ ગુજરાતી તેઓ બોલી શકતા હતા. ગુજરાત પ્રત્યે તેમનો હમેંશા લગાવ રહયો છે.
READ ALSO :
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં