GSTV
Gujarat Government Advertisement

શ્રીલંકા તરફથી ૧૫ વર્ષ સુધી રમ્યા બાદ નિવૃત્તિ લેવાનો આ શ્રેષ્ઠ સમય : મલિંગા

Last Updated on July 28, 2019 by Mayur

શ્રીલંકાના લેજન્ડરી ફાસ્ટ બોલર અને યોર્કર નાંખવાની સાથે પોતાની અનોખી હેરસ્ટાઈલ માટે જાણીતા બનેલા લસિત મલિંગાએ આંતરરાષ્ટ્રીય વન ડે કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધું હતુ. બાંગ્લાદેશ સામેની શ્રેણીની પ્રથમ વન ડેમાં શ્રીલંકાના વિજયની સાથે મલિંગાએ તેની ૧૫ વર્ષની વન ડે કારકિર્દી પુરી કરી દીધી હતી. સાથી ક્રિકેટરો, સ્ટેડિયમમાં ઉપસ્થિત ચાહકોની હાજરીમાં નિવૃત્તિ લેતાં ભાવુક બનેલા મલિંગાએ કહ્યું હતુ કે, શ્રીલંકા તરફથી ૧૫ વર્ષ સુધી રમ્યા બાદ નિવૃત્તિ લેવાનો આ શ્રેષ્ઠ સમય છે.

મલિંગાને જીતની સાથે વિદાય આપતાં શ્રીલંકાના ખેલાડીઓને તેને ખભા પર ઉંચકી લીધો હતો. આ સમયે મલિંગાનો પરિવાર પણ મેદાન પર હાજર રહ્યો હતો. મલિંગાના સાથીઓ તેમજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો અને વિવેચકો તેમજ ચાહકોએ તેને વિદાય વેળાએ શુભેચ્છા મેસેજિસ મોકલીને સોશિયલ મીડિયાને છલકાવી દીધું હતુ.

વન ડે કારકિર્દીમાં ૩૩૫ વિકેટ ઝડપ્યા બાદ નિવૃત્તિ લેનારા મલિંગાએ કહ્યું કે, મને લાગે છે કે, આ વન ડેમાંથી નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય છે. હું શ્રીલંકા તરફથી ૧૫ વર્ષ સુધી રમ્યો છું અને હું હવે આગળ વધવા માટે તૈયાર છું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મારો સમય પુરો થઈ ગયો છે અને હું હવે નિવૃત્તિ લઈ રહ્યો છું. 

યોર્કર કિંગને અભિનંદન

યોર્કર કિંગ મલિંગાને યશસ્વી કારકિર્દી બદલ અભિનંદન. તારી જેમ (સટીક યોર્કર નાંખીને ) બેટ્સમેનોના અંગૂઠાને કચડી નાંખતા બોલ નાંખનારો બીજો કોઈ બોલર નહી થાય. ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. – યુવરાજ સિંઘ

છેલ્લા એક દશકમાં મારે મુંબઈ ઈન્ડિયન્સ માટે અન્ય બધા ખેલાડીઓમાંથી એક જ મેચ વિનરને પસંદ કરવાનો હોય, તો આ ખેલાડી (મલિંગા) ચોક્કસ ટોચ પર જ રહે. એક કેપ્ટન તરીકે તેણે તનાવની સ્થિતિમાં મને રાહતનો શ્વાસ લેવાની તક આપે છે અને ક્યારેય પર્ફોમન્સ આપવામાં નિષ્ફળ જતો નથી. – રોહિત શર્મા

ક્લાસિક સ્પેલ મલિંગા. ક્રિકેટ માટે તમે જે કંઈ કર્યું તે બદલ તમારો આભાર. હંમેશા તમારામાંથી પ્રેરણા મેળવી છે અને આગળ પણ તેમ જ કરતો રહીશ. – જસપ્રીત બુમરાહ

READ ALSO


Gujarat Government Advertisement

Related posts

એલર્ટ/ ચહેરો ઓળખતા આ સોફ્ટવેર પર ઉઠ્યા સવાલ, જાણો તેનો ઉપયોગ કેટલો છે ખતરનાક

Bansari

સાવધાન/ ક્યાંક કોઈ તમારા નામથી સીમ કાર્ડનો ઉપયોગ તો નથી કરી રહ્યું ને, આ રીતે મેળવો જાણકારી

Harshad Patel

મારુતિ સુઝુકીએ એક વર્ષમાં ત્રીજી વાર કારના ભાવ વધાર્યાઃ આ દિવસથી ગાડીઓ થશે મોંઘી, ખરીદવાનું પ્લાન હોય તો જલદી કરજો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!