GSTV

‘રબારી સમાજને વિનંતી કે ભાજપ સરકાર પ્રધાન પદ આપે તો પણ તે નકારજો કયારેય મત ન આપતા’ : મૃતકના આ હતા છેલ્લા શબ્દો

‘‘ભાજપ કંપની સરકાર હજારો ગરીબ માણસોનો ભોગ લઈ રહી છે. મારા મૃત્યુ માટે ઉપર દર્શાવેલ પ્રધાનો તથા અધિકારીઓ જવાબદાર હોવા છતાં આ ભાજપ કંપની સરકાર કોઈ કાર્યવાહી કરશે નહી. પરંતુ ઉપરવાળો ભગવાન નક્કી ન્યાય આપશે. હું મારા બંને દીકરાની વેદના જાઈ ના શક્યો. મોઢે આવેલ કોળિયો આ સરકારે ઝૂંટવી લીધો. સરકાર ગરીબોને મારી નાખશે. ગદ્દારો, ભગવાન ન્યાય આપવા માટે બેઠો છે. મારા રબારી સમાજને વિનંતી કે ભાજપ સરકાર પ્રધાન પદ આપે તો પણ તે નકારજો અને ભાજપને ક્યારેય મત આપશો નહી.’’

ઉપર લખેલા શબ્દો છે આપઘાત કરનારા માંજર મુંજાભાઇ હુણના. જેમના બંન્ને દિકરા સરકારી નોકરીમાં પાસ થયા હોવા છતાં નોકરી ન મળવાના કારણે આપઘાત કરવાનો વારો આવ્યો છે. માત્ર આપઘાત કર્યો એટલું જ નહીં પણ કર્મચારીએ પોતાની સ્યુસાઈડ નોટમાં ભાજપના પ્રધાનો પર આક્ષેપ કર્યા છે. અને ત્યાં સુધી લખ્યું છે કે, ભાજપ સરકાર પ્રધાન પદ આપે તો પણ તે નકારજો અને તેમને કોઈ દિવસ મત ન આપતા.

તેમના આ નિવેદન બાદ ભાજપની સરકાર પણ મુસીબતમાં ફસાઈ શકે છે. કારણ કે જો રબારી સમાજનો રોષ ભોગવવાનો સરકારને વારો આવ્યો તો ગ્રામીણ વિસ્તારોમાં તેમને મોટી નુકસાની થઈ શકે છે. ઉપરથી મુંજાભાઈએ લખેલા શબ્દો હવે સમાજનો દરેક વ્યક્તિ માનશે તો નક્કી છે આવનારા સમયમાં ભાજપ એક મોટી સમસ્યામાં ફસાવાનું છે.

ભાજપ યુવાનોને સાચવવામાં નિષ્ફળ પૂરવાર થયું

મહત્વનું છે કે 2019ના અંતમાં ભાજપની સરકારને વિદ્યાર્થીઓનો રોષ સહન કરવાનો વારો આવ્યો હતો. બિન સચિવાલયની પરિક્ષામાં થયેલી ગેરરીતીના કારણે વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં સદનનો ઘેરાવો કર્યો હતો. જેના કારણે સરકારના પગ નીચે રેલો આવતા તેમણે તાત્કાલિક ધોરણ પરિક્ષા રદ્દ કરવી પડી હતી અને SITની રચના પણ કરવી પડી હતી. આ જ રીતે LRD પરિક્ષા પણ રદ્દ કરવાના કારણે ઘણા વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. અને આ કંઈ પહેલી વાર નથી, હવે સરકાર સામે રોષ વ્યક્ત કરતાં વિદ્યાર્થીઓ વારંવાર ગાંધીનગરમાં જોવા મળે છે. ગુજરાતમાં સૌથી વધારે સંખ્યા યુવાનોની છે. ઉપરથી મોટાભાગના યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યાં છે. સંઘર્ષ કરી રહ્યા છે. એવામાં જૂનાગઢના સરકારી કર્મચારીનો આ આપઘાતનો કિસ્સો ઘણું બધું કહી જાય છે.

શું હતી સમગ્ર ઘટના ?

જૂનાગઢમાં સરકારી કચેરીમાં કર્મચારીએ આપઘાત કર્યો. એલઆરડીની પરીક્ષામાં અન્યાય થવાના કારણે કર્મચારીઓ ગળોફાંસો ખાઈ મોતને વ્હાલુ કર્યુ. આપઘાતના કારણે વિદ્યુત સહાયક કચેરીએ રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અને મૃતકની લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. માંજર મુંજાભાઇ હુણ સહાયક વિધુત નિરિક્ષકની કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. અને તેમના બન્ને પુત્રો એલઆરડીની પરીક્ષામાં પાસ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આપઘાત કરનાર શખ્સ માંજર મુંજા હુણ સહાયક વિદ્યુત શાખાનો હતો. આ ઉપરાત મૃતકે લખેલી સ્યુસાઈડ નોટમાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.તેમા જણાવવામાં આવ્યુ હતુ કે, વનમંત્રી ગણપત વસાવા અને તેનો વિભાગ આપઘાત માટે જવાબદાર છે. આ સાથે તેમણે ભાજપને કદી સમર્થન ન આપવા રબારી સમાજ અને ગરીબ લોકોને અપીલ કરી હતી.

READ ALSO

Related posts

ભરૂચ/ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખપદ માટે મતદાન થયું શરૂ, પરિણામ‌ સાંજે ૪ વાગ્યા બાદ જાહેર થવાની શક્યતા

pratik shah

69મી Mann Ki Baat LIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન શરૂ

pratik shah

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 60 લાખની નજીક, 94 હજાર કરતા વધારે દર્દીઓના નીપજી ચુક્યાં છે મોત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!