GSTV

અલવિદા: ભારતના મહાન એથલીટ મિલ્ખા સિંહ પંચમહાભૂતમાં વિલિન થયા, સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

Last Updated on June 19, 2021 by Pravin Makwana

ભારતના મહાન એથલીટ મિલ્ખા સિંહ પંચમહાભૂતમાં વિલિન થયા છે. ચંદીગઢના સેક્ટર-25ના સ્મશાન ઘાટમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે મિલ્ખા સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. આ દરમ્યાન કેન્દ્રીય રમતગમત પ્રધાન કિરણ રિજિજૂ, પંજાબના રાજ્યપાલ તેમજ પંજાબ સરકારના અનેક પ્રધાનો, ધારાસભ્યો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ પહેલા મિલ્ખા સિંહના નિવાસસ્થાનેથી નીકળેલી તેમની તેમની અંતિમયાત્રામાં અનેક લોકો જોડાયા હતાં. આ પહેલા પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે મિલ્ખા સિંહના નિવાસસ્થાને જઇને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મિલ્ખા સિંહના નિધનને પગલે પંજાબમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

દેશના પ્રથમ ટ્રેક અને ફિલ્ડ સુપરસ્ટાર અને ભારતીય રમતગમત વિશ્વમાં મોટું નામ બનેલા મિલ્ખા સિંહ હવે આ દુનિયામાં રહ્યા નથી. કોરોનાવાયરસ સંક્રમણને કારણે ચંડીગઢની એક હોસ્પિટલમાં 91 વર્ષની વયે તેમનું અવસાન થયું. મિલ્ખા સિંહનું શુક્રવારે 18 જૂનના રોજ અવસાન થયું હતું. બે દિવસ પહેલા તબિયત લથડતાં તેમને ચંડીગઢની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચનાં કોવિડ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં ખસેડવામાં આવ્યા હતાં.

મોડી રાત્રે એક નિવેદન બહાર પાડીને તેમના મોતની જાણકારી આપવામાં આવી

મિલ્ખાસિંહના પરિવાર તરફથી શુક્રવારે મોડી રાત્રે એક નિવેદન બહાર પાડીને તેમના મોતની જાણકારી આપવામાં આવી હતી. પરિવારે જારી કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ખૂબ જ દુઃખની વાત સાથે જણાવવામાં આવે છે કે, 18 જૂન, 2021 ને શુક્રવારે રાત્રે 11.30 વાગ્યે મિલ્ખા સિંહજીનું અવસાન થયું છે.

તેમણે ખૂબ જ સંઘર્ષ કર્યો પણ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું

આ નિવેદનમાં એવું કહેવામાં આવે છે કે, તેમણે ખૂબ જ સંઘર્ષ કર્યો પણ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. કદાચ તે જ તેમનો સાચો પ્રેમ હતો કે અમારી માતા નિર્મલાજીના મૃત્યુના 5 દિવસમાં જ પિતા મિલ્ખા સિંહનું પણ અવસાન થયું છે.

મિલ્ખા સિંઘને ઓક્સિજનની સમસ્યા શરૂ થઈ

કોરોના વાયરસ સંક્રમણ પછી મિલ્ખા સિંઘને ઓક્સિજનની સમસ્યા શરૂ થઈ. 91 વર્ષીય મિલ્ખા સિંહ ગયા બુધવારે માત્ર કોરોનાવાયરસ સંક્રમણથી નેગેટિવ આવી ગયા હતા.

કૌર દેશની મહિલા વોલીબોલ ટીમના કેપ્ટન રહી ચૂકી

મિલ્ખા સિંહની પત્ની નિર્મલા કૌર (85) નું પણ રવિવારે ચંદીગઢની એક જ હોસ્પિટલમાં નિધન થયું હતું. કૌર દેશની મહિલા વોલીબોલ ટીમના કેપ્ટન રહી ચૂકી હતી. કોરોના વાયરસ સંક્રમણને લીધે ઘરે થોડા દિવસ રહ્યા બાદ 3 જૂને તેમને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari

ઉદારીકરણના 30 વર્ષ / તત્કાલિન નાણા પ્રધાન મનમોહન સિંહ સામે હતા ઘણા પ્રકારો, જાણો 1991 પછીથી કેવી રીતે બદલાઇ ગયું ભારતનું અર્થતંત્ર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!