GSTV
Home » News » વિકાસ માટે વૃક્ષોનો ભોગ : મહારાષ્ટ્રમાં છેલ્લા ચાર વર્ષમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે 13.4 લાખ વૃક્ષો કપાયા

વિકાસ માટે વૃક્ષોનો ભોગ : મહારાષ્ટ્રમાં છેલ્લા ચાર વર્ષમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે 13.4 લાખ વૃક્ષો કપાયા

મહારાષ્ટ્રના જંગલ વિસ્તારોમાં વિકાસના વિવિધ પ્રોજેક્ટ ૨૦૧૫થી ૨૦૧૯ દરમિયાન ૧૩ લાખ ૪૨ હજાર ૭૦૩ વૃક્ષો કાપવા માટે રાજ્ય તથા કેન્દ્રની સરકારોએ પરવાનગી આપી હતી. રાજ્ય સરકારની માહિતી મુજબ વિકાસલક્ષી પ્રોજેક્ટો માટે ૨૦૦૫થી ૨૦૧૩ દરમિયાન મહારાષ્ટ્રનાં જંગલોમાંથી આટલી જ સંખ્યામાં વૃક્ષો કાપવામાં આવ્યા હતા.

ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના ૨૦૧૭ના અહેવાલ મુજબ ભારતમાં સૌથી વધુ વનવિસ્તાર (૯,૮૩૧ ચોરસ કિલોમીટર) મહારાષ્ટ્રમાં છે. આ મુજબ રાજ્યના કુલ ભૂભાગના ૩.૧૯ ટકા વિસ્તાર જંગલોનો છે. મિનિસ્ટ્રિ ઓફ એન્વાયર્ન્મેન્ટ, ફોરેસ્ટ એન્ડ કલાઇમેટ ચેન્જ (એમઓઇએકસીસી)એ તાજેતરમાં રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ ભારતમાં છેલ્લાં ચાર વર્ષમાં ૯૪,૯૮,૫૧૬ વૃક્ષોનો નાશ થયો  એમાં સૌથી વધુ ૧૫,૨૬,૬૬૩ વૃક્ષોનો નાશ તેલંગાણામાં થયો હતો અને તે પછીના ક્રમે મહારાષ્ટ્રમાં સર્વાધિક પ્રમાણમાં વૃક્ષ નષ્ટ થયાં હતા.

રાજ્ય કક્ષાના પ્રધાન (પર્યાવરણ) બાબુલ સુપ્રિયોએ જણાવ્યું હતું કે પોરેસ્ટ (કન્ઝર્વેશન) એક્ટ (એફસીએ), ૧૯૮૦ હેઠળ જેટલાં વૃક્ષો કાપવાની પરવાનગી અપાઇ તેના કરતા વધુ સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. ફરજીયાત વનીકરણ (૯૦ લાખ વૃક્ષોના વિનાશ સામે ૧૦,૩૨,૦૦,૦૦૦ વૃક્ષો રોપવાની શરત મૂકવામાં આવી છે.

૨૦૧૫થી ૨૦૧૯ના માર્ચ સુધીમાં મહારાષ્ટ્રમાં ૫,૦૨૨ હેકટર વન્યભૂમિ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે આપવામાં આવી હતી. જે ભારતમાં મધ્ય પ્રદેશ અને ઓડિસા પછી વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે અપાયેલો ત્રીજા ક્રમનો સૌથી વધુ  વનવિસ્તાર હતો.આ પ્રોજેક્ટ્સમાંમોટે ભાગે રોડની પહોળાઇ વધારવાના, રેલવેના, વીજપ્રવાહના વહનની લાઇનોની તથા ચિંચાઇના  મહત્વના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે એમ વધારાના પ્રિન્સિપલ ચીફ કોન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (મંત્રાલય) વિરેન્દ્ર તિવારીએ જણાવ્યું હતું.

READ ALSO

Related posts

દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસા પર કાબૂ મેળવવા અરવિંદ કેજરીવાલે બોલાવી ધારાસભ્યોની ઇમરજન્સી બેઠક

Arohi

ફટકાર ખાધા બાદ પણ સુધર્યું નથી પાકિસ્તાન, ફરી વખત આ સંમેલનમાં જમ્મુ કાશ્મીરનો ઉઠાવશે મુદ્દે

Ankita Trada

અમેરિકાની સાથે થઈ 3 અબજ ડોલરની ડિફેન્સ ડીલ, ડોનાલ્ડ ટ્રંપે આતંકવાદ માટે પાકિસ્તાનની કરી આકરી ટીકા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!