કૌન બનેગા કરોડપતિની સીઝન 12માં આજે પુરી થઈ જશે. આજે આ શૉનો છેલ્લો એપિસોડ ટેલિકાસ્ટ થશે. 28 સપ્ટેમ્બર 2020થી શરૂ થયેલો આ શૉ લગભગ 4 મહિનાથી ચાલુ છે. KBC-12માં કોઈપણ કન્ટેસ્ટન્ટ 7 કરોડના પ્રશ્નનો જવાબ નથી આપી શકયા, એટલે કે કોઈ પણ 7 કરોડ રૂપિયા નથી જીત્યા.

આજે આવશે કેબીસીનો છેલ્લો એપિસોડ
કેબીસીનો છેલ્લો એપિસોડ સ્પેશયલ હશે. કારગિલ હીરોઝ શૉની શાન વઘારશે. પરમવીર ચક્ર વિજેતા સૂબેદાર મેજર યોગેંદ્ર સિંહ યાદવ અને સૂબેદાર સંજય સિંહ શૉમાં આવશે. આ એપિસોડ દેશભક્તિ અને જોશથી ભરેલો હશે. આ એપિસોડનો પ્રોમો આર્મી ડેના દિવસે જ મેકર્સે રજુ કર્યો હતો. પ્રોમામાં સૈનિક પોતાની ડ્રેસમાં સ્ટૂડિયોમાં પરેડ કરી રહ્યા છે. કાબાસીની પુરી સીઝન પ્રેરીત કરવાવાળી કહાનિયોથી ભરેલો રહ્યો છો. કેબીસીની સીઝન 12માં ચાર કરોડપતિ બન્યા અને ચારેય મહિલાઓ હતી. ચારેય મહિલાઓએ 1 કરોડ રૂપિયા જીતીને તમામને ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે. હાલમાં જ અમિતાભ બચ્ચને સોશ્યલ મીડિયા પર કેબીસી 12નું શૂટીંગ સમાપ્ત થવાની જાણકારી આપી હતી.
બીગ બી એ કહી હતી આ વાત
KBCનુ શૂટીંગ સમાપ્ત થવાની જાણકારી આપતા અમિતાભ બચ્ચને કહ્યું કે, ”હું થાકી ગયો છું, મારુ માફીનામુ.” કેબીસીના છેલ્લા દિવસની શૂટીંગનો ખૂબ લાંબો દિવસ… પરંતુ તે યાદ રાખો, કામ કામ હોય છે અને પુરી ઈમાનદારી સાથે તેને કરવું જોઈએ. પ્રેમ, સંભાળ અને સ્નેહ, પ્રશંસા. તમામ ટીમના આ ભાવ માટે ખૂબ આભાર. આગળ વધવાનો સમય છે. ભાવુક પળો. પરંતુ આવતીકાલે એક બીજો દિવસ છે.
જણાવી દઈએ કે, કેબીસી લોકોને ઘણો પસંદ છે. પરંતુ આ વખતે તેનો ક્રેઝ થોડો ઓછો રહ્યો છે. TRPની રેસમાં પણ શૉ કંઈ ખાસ નથી કરી શક્યો. આ વખતે શૉ કોન્ટ્રોવર્સીમાં પણ રહ્યો.
READ ALSO
- ભાજપ સાથે છેડો ફાડનાર ધર્મેન્દ્ર મિલન સામે ફરિયાદ,પોલીસ અને ધર્મેન્દ્રના ટેકેદારો વચ્ચે થયું ઘર્ષણ: પોલીસે કર્યો બળપ્રયોગ
- આઝમ ખાન સામે યોગી સરકારની કાર્યવાહી, લોકતંત્ર સેનાની તરીકે મળતું પેન્શન બંધ કરાયું
- નડ્ડાના બંગાળ પ્રવાસ પર કોલાહલ, ભાજપે કહ્યું પોલીસે રદ્દ કરી બૈરકપુર પરિવર્તન યાત્રા, હવે ખખડાવશે કોર્ટના દરવાજા
- ફ્લિપકાર્ટ તેના ગ્રુપમાં 25,000 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરશે, આ ત્રણ કંપનીઓ સાથે કરશે ભાગીદારી
- કામની વાત/ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ નહીં કરવા પર થશે અનેક ફાયદા, મળશે આટલુ ટકાનું ડિસ્કાઉન્ટ