GSTV

કામના સમાચાર/ આવતીકાલે 38 વર્ષ બાદ સૂર્યસંક્રાંતિ અને સર્વપિતૃ અમાસનો યોગ, પિતૃ તર્પણનો છેલ્લો દિવસ

પિતૃ તર્પણ

પિતૃ તર્પણના અષાઢ માસની આગામી 17મીએ પુર્ણાહૂતિ થશે. આ દિવસે 38 વર્ષ બાદ સર્વપિતૃ અમાસ અને સૂર્યસંક્રાંતિનો સંયોગ રચાશે. જ્યારે 18મીથી ભક્તિ-ભાવનાના પવિત્ર પુરૂષોત્તમ (અધિક) માસનો આરંભ થશે. 17મી સપ્ટેમ્બરે સૂર્યસંક્રાંતિ અને સર્વપિતૃ અમાસનો યોગ રચાશે. છેલ્લે 1982માં સૂર્યસંક્રાંતિ અને સર્વપિતૃ અમાસનો સંયોગ રચાયો હતો. સંક્રાંતિ એટલે સૂર્યનો નવી રાશિમાં પ્રવેશ.

રાત્રિના 8 કલાકથી શરૂ થઈ ગુરૂવારે સાંજના 4-30 મિનિટ સુધી રહેશે

સર્વપિતૃ અમાસની તિથિ 16મી સપ્ટેમ્બરે રાત્રિના 8 કલાકથી શરૂ થઈ ગુરૂવારે સાંજના 4-30 મિનિટ સુધી રહેશે. ઉદિત તિથિના આધારે અમાસ ગુરૂવારે ગણાશે. સૂર્ય પણ સિંહ રાશિમાંથી કન્યા રાશિ પ્રવેશ કરશે. આમ, સૂર્યનું કન્યા રાશિમાં પ્રવેશ અને અમાસની શરૂઆત થશે.

પિતૃઓ સુક્ષ્મ સ્વરૂપે પૃથ્વી પર આવે

આ અંગે જ્યોતિષશાસ્ત્રના અભ્યાસુ કિરીટ ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુરૂડપુરાણ શાસ્ત્રમાં સૂર્ય જ્યારે ગૌચર ભ્રમણ, કન્યા રાશિમાં ભ્રમણ કરતો હોય તે સમયે પિતૃઓ સુક્ષ્મ સ્વરૂપે પૃથ્વી પર આવે છે. આ દિવસે સૂર્ય અને ચંદ્ર બન્ને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં હશે. શાસ્ત્રો મુજબ પૂર્વા ફાલ્ગુનીના દિવસે શ્રાધ્ધ કરવાથી ભાગ્ની વૃધ્ધિ અને અમાસને દિવસે શ્રાધ્ધ કરવાથી મનની સારી કામનાઓ પુણ્ય થાય છે.

પિતૃ તર્પણ

શ્રાધ્ધ તર્પણ કરવાનો શ્રેષ્ઠ સમય સવારે 11-35 થી 12-25 કલાક

પિતૃઓને શ્રાધ્ધ તર્પણ કરવાનો શ્રેષ્ઠ સમય સવારે 11-35 થી 12-25 કલાક સુધીનો છે. પિતૃઓને શ્રાધ્ધમાં ખીર-પુરી, લાડુ વગેરે ધરી શકાય છે. પિતૃઋણ ન ચુકવાય અને પિતૃ તૃપ્ત ન થાય ત્યાં સુધી દેવાની કૃપા પ્રાપ્ત થતી નથી. પિતૃઓના શ્રાધ્ધ નિમિત્તે દાન-પુણ્ય કરવાથી પિતૃઓ તૃપ્ત થઈ આર્શીવાદ આપીને વિદાય લેતા હોવાની શાસ્ત્રોમાં માન્યતા દર્શાવાઈ છે.

Read Also

Related posts

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!