GSTV
Home » News » પહેલા તબક્કાની 91 બેઠક માટે આજે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ

પહેલા તબક્કાની 91 બેઠક માટે આજે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ

lok sabha election 2019

લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાની 91 બેઠક માટે આજે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ છે. પહેલા તબક્કામાં ઉમેદવારી માટે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી મહારાષ્ટ્રની નાગપુર બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે. ત્યારે હેમા માલિની મથુરા, યુપી કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બર ફતેપુર સીકરી, હરિશ રાવત ઉત્તરાખંડની નૈનિતાલ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. બિહારની જમુઈ બેઠક પરથી ચિરાગ પાસવાન, ગયાથી જીતન રામ માંઝી, શ્રીનગરથી એનસી નેતા ફારૂખ અબ્દુલ્લા ઉમેદવારી પત્ર ભરશે.

પહેલા તબક્કામા કુલ 91 બેઠક પર 11મી એપ્રિલના રોજ મતદાન થવાનું છે. પહેલા તબક્કામાં આંધ્ર પ્રદેશની 25, તેલંગાણાની 17, ઉત્તરપ્રદેશની આઠ, મહારાષ્ટ્રની સાત, ઉત્તરાખંડની પાંચ, આસામની પાંચ, બિહારની ચાર, ઓડિસાની ચાર, જમ્મુ કાશ્મીર-અરૂણાચલ પ્રદેશની બે-બે, પશ્વિમ બંગાળની બે, અને મેઘાલયની એક બેઠક પર મતદાન થવાનું છે. આ ઉપરાંત છત્તીસગઢ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, આંદામાન-નિકોબારમા એક-એક બેઠક પર મતદાન થશે.

READ ALSO

Related posts

જામનગર ખાતે ડુપ્લિકેટ IB ઓફિસર ઝડપાયા, અને ડુપ્લિકેટ ઓળખપત્ર મળ્યા

Path Shah

રાજ્યમાં મહીસાગરનાં કડાણા જળાશયમાં ફ્કત 52% પાણીનો જથ્થો

Path Shah

વારાણસીમાં PM મોદીનો રોડ-શો, ઉમેદવારી પહેલા દરેકનાં દિલ જીતવાની આ છે સ્ટ્રેટેજી

Riyaz Parmar