GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

Jioના આ દમદાર ઑફરનો આજે અંતિમ દિવસ, ગણતરીના કલાકો બાદ નહી મળે લાભ

રિલાયન્સ જિયોના આવ્યા બાદ ટેલિકોમ કંપનીઓ વચ્ચે જબરદસ્ત વૉર ચાલી રહી છે. જિયો એક બાજુ ઓછા દરે આપતા ટેરિફ પ્લાનને ટક્કર આપવા માટે અન્ય કંપનીઓ પણ નવી નવી ઑફર્સ લઇને આવી રહી છે. એરટેલ, વોડાફોન અને આઇડિયા જેવી દિગ્ગજ ટેલિકોમ કંપનીઓ પણ સસ્તા દરના પ્લાન્સ લૉન્ચ કરી રહી છે. તાજેતરમાં જ જિયોએ પણ પોતાના ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ગેટ મોર ધેન 100% કેશબેક ઑફર લૉન્ચ કરી હતી. તેમાં જિયો તરફથી 398 અથવા તેનાથી વધારે રિચાર્જ પર 700 રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવી રહ્યુ છે.

તાજેતરમાં જ રિલાયન્સ જિયો તરફથી આ ધમાકેદાર કેશબેક ઑફરની અંતિમ તારીખ વધારીને 15 માર્ચ કરી દેવામાં આવી હતી. એટલે કે જિયોની આ દમદાર ઑફરનો આજે અંતિમ દિવસ છે. તમે પણ માત્ર આજના જ દિવસમાં જિયોની આ ધમાકેદાર ઑફરનો લાભ લઇ શકો છો. જિયો કેશબેક ઓફર હેઠળ કંપની જિયો યુઝર્સને 100 ટકા સુધીનું કેશબેક આપી રહી છે.

આ કેશબેક ઓફર હેઠળ જિયોના 398 કે તેથી વધુના રિચાર્જ પર જિયો યુઝર્સને 700 રૂપિયા સુધીનું કેશબેક આપવામા આવી રહ્યું છે. કેશબેક ઓફર જિયો પ્રાઇમ મેમ્બર્સ માટે માન્ય છે. કેશબેક ઓફર હેઠળ જિયો યુઝર્સને 400 રૂપિયાનું કેશબેક અને 300 રૂપિયા સુધીનું ડિજિટલ વોલેટ પણ આપવામાં આવી રહ્યું છે. જો કે જિયો યુઝર્સને વાઉચરનો લાભ લેવા માટે માય જિયો એપ ડાઉનલોડ કરવી પડશે.

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!