GSTV

જલ્દી કરો: સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાનો અંતિમ દિવસ, 57 હજાર રૂપિયાએ પહોંચ્યો છે સોનાનો ભાવ

બેંક ડિપોઝીટ અને બાકી રોકાણ ઉપર વ્યાજદરોમાં ઘટાડો થયો છે. ત્યારે સોનાની કિંમતમાં દિવસની સાથે વધી રહી છે. એક્સપર્ટનું માનવું છે કે, આવનારા દિવસોમાં આ ભાવોમાં વધારો થશે. તેવામાં દરેક લોકો સોનામાં રોકાણ કરવા માંગી રહ્યાં છે. સોનાની કિંમતો આજે 57 હજારના સ્તરે પહોંચી છે. જો તમને લાગી રહ્યું છે કે જો તમે સોનું ખરીદી લીધું હોત તો તમારી પાસે આજનો દિવસ છેલ્લો છે.

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કિમનો પાંચમો હપ્તો

આરબીઆઈના સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમનો પાંચમો હપ્તામાં રોકાણ કરવાનો આજે છેલ્લો દિવસ હતો. આ સ્કીમ હેઠળ આરબીઆઈએ સોનાનો ઈશ્યુ પ્રાઈઝ 5334 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવ્યો હતો. એટલે કે આ ભાવે સોનું ખરીદી શકો છો. આ બોન્ડ માટે તમારે ઓનલાઈન એપ્લાઈ કરનારા અને ચુકવણી કરનારાને 50 રૂપિયાની છુટ મળશે. તેવામાં રોકાણકારો માટે બોન્ડની ઈશ્યુ પ્રાઈઝ 5284 રૂપિયા પ્રતિગ્રામ થઈ જશે.

શું થશે ફાયદો

અમે તમને બતાવી દઈએ કે તમને બજારમાંથી સસ્તી કિંમત ઉપર સોનું મળી રહ્યું છે. તેમજ વર્તમાન સમયમાં સોનામાં રોકાણ કરવું તમારા માટે ફાયદાકારક હશે.

ટેક્સમાં પણ મળશે છુટ

ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરનારા વ્યક્તિ વધારેમાં વધારે 500 ગ્રામ સોનાના બોન્ડની ખરીદી કરી શકે છે. આ સ્કીમ હેઠળ તમે ઓછામાં ઓછુ એક ગ્રામ સુધીનું રોકાણ કરી શકો છો. આ સ્કીમની ખાસ વાત એ છે કે, તેમાં રોકાણ કરતા તમે ટેક્સમાં બચત કરી શકો છો. સ્કીમ હેઠળ રોકાણ ઉપર 2.5 ટકા વાર્ષિક વ્યાજ મળશે.

Related posts

શેત્રુંજી નદીમાં પિતા- પુત્ર પાણીમાં ડૂબ્યા, પુત્રનું મોત, માલપુરમાં 21 વર્ષનો યુવક નદીમાં ડૂબ્યો

Nilesh Jethva

લોકડાઉન રિટર્ન: અહીં 10 જિલ્લામાં આજ રાતથી લાગશે લોકડાઉન, ઘર બહાર નિકળવા પર પ્રતિબંધ, પેટ્રોલ પંપ પર નહીં મળે કોઈને પણ પેટ્રોલ

Pravin Makwana

ગુજરાતના ગામડામાં માથાદીઠ વેતન માત્ર 178.57 રૂપિયા, દેશના આ રાજ્યનું છે સૌથી વધારે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!