GSTV

છેલ્લા 24 કલાકમાં જીવલેણ વાયરસના 63 હજાર કેસો નોંધાયા, 995 ના મોત સાથે મૃત્યુઆંક 44379 પર પહોંચ્યો

સમગ્ર વિશ્વનાં દેશોમાં છેલ્લા 24 કલાકમાં જીવલેણ કોરોના વાયરસના કેસો સામે આવી રહ્યા છે, ત્યારે આ વાયરસના કેસોમાં ભારત ટોચના સ્થાને પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં વધુ 63623 કેસો સામે આવ્યા છે જ્યારે આ જ સમયગાળા દરમિયાન વધુ 995 લોકોએ જીવ ગૂમાવ્યો છે. કુલ આંકડા પર નજર કરીએ તો દેશમાં હવે કોરોના વાયરસના કેસોનો કુલ આંકડો 22,09,501ને પાર કરી ગયો છે. બીજી તરફ 15 લાખથી વધુ લોકોને સાજા કરી લેવાયા છે. જોકે માર્યા ગયેલાનો આંકડો પણ વધી રહ્યો છે અને 44379ને પાર પહોંચી ગયો છે. બીજી તરફ દેશમાં કોરોનાના ટેસ્ટની ગતી પણ સરકારે વધારી દીધી છે, પહેલી વખત એક જ દિવસમાં સાત લાખ લોકોનો કોરોના ટેસ્ટ થયો હતો.

15 લાખથી વધુ લોકોને સાજા કરી લેવાયા

ટેસ્ટની ગતી વધારી દેવામાં આવી હોવાથી કોરોનાના કેસોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. શનિવારે રેકોર્ડબ્રેક 7,19,364 લોકોનો કોરોના ટેસ્ટ કરાયો હતો. સરકારના આંકડા મુજબ દેશમાં કોરોના કેસો તો વધી રહ્યા છે પણ સામેપક્ષે સાજા થવાની સંખ્યા પણ બહુ જ ઝડપથી વધી રહી છે. છેલ્લા 24 કલાકમા જ 55931 લોકોને સાજા કરી લેવાયા હતા જ્યારે કુલ આંકડો 15,25,215 નોંધાયો છે.

995 ના મોત સાથે મૃત્યુઆંક 44379 પર પહોંચ્યો

જે સાથે જ રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે, સરકારના જણાવ્યા મુજબ દેશમાં રિકવરી રેટ હવે 68.78 ટકાએ પહોંચી ગયો છે. રિકવરી રેટ વધી રહ્યો છે તેની સામે મૃત્યુદર ઘટી રહ્યો છે. પ્રાપ્ત આંકડા મુજબ મૃત્યુ દર ઘટીને 2.01 પર આવી ગયો છે જે અગાઉ ત્રણ ટકા કરતા પણ વધુ હતો. સાથે જ રિકવર થઇ રહેલાની સંખ્યા હવે એક્ટિવ કેસો કરતા 2.36 ગણી વધુ છે. મોટા ભાગના દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં અથવા તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

હોમ આઇસોલેશનમાં અથવા તો હોસ્પિટલમાં સારવાર હેઠળ

બીજી તરફ ભાજપના દિલ્હીના સાંસદ મનોજ તિવારીએ ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે ગૃહ પ્રધાન અમિત શાહનો નવો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જોકે આ દાવા જુઠા સાબિત થયા હતા કેમ કે અમિત શાહનો પહેલો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમનો કોઇ બીજો ટેસ્ટ નહોતો કરાયો ,

હાલ તેઓની સારવાર ચાલી રહી છે અને તેમનું સ્વાસ્થ્ય સારૂ છે જે અંગેની જાણકારી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી. દરમિયાન ઉત્તર પ્રદેશના કાયદા પ્રધાન બ્રજેશ પાઠકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ તેઓ સારવાર હેઠળ છે.

READ ALSO

Related posts

લોકો એક વાર મરી જાય, પરંતુ તાજબીબી ત્રણ પતિઓના મોતથી ત્રણ વાર મરી હવે ચોથાને બચાવવા કરે છે પ્રાર્થના

Dilip Patel

પુલવામામાં આતંકવાદીઓએ સુરક્ષા દળ પર કર્યો હુમલો, સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ

Ankita Trada

હવે સરહદને બદલે અંતરિક્ષમાં ભારતે નિશાન બનાવી રહ્યું છે ચીન, અહીં કર્યો મોટો હુમલો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!