GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

24 કલાકમાં 21 હજાર કેસ : ભારતમાં કોરોનાથી વકરતી સ્થિતિ, 3 રાજ્યોએ કેસોમાં ચીનને પછાડ્યું

દેશમાં શુક્રવારે કોરોના વાયરસના સંક્રમણના નવા 21,000 કેસ સામે આવ્યા છે અને તે સાથે જ ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 6,28,461 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 379 લોકોના મોત થયા છે અને કુલ મૃતકઆંક 18,241ને પાર કરી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના કારણે છેલ્લા 24 કલાકમાં 379 લોકોના મોત થયા છે અને એક જ દિવસમાં નવા 20,903 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6,28,461 થઈ હઈ છે જેમાં 2,29,413 કેસ પોઝિટિવ છે અને 3,80,741 દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ કે માઈગ્રેટેડ થયા છે. દેશમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ એ મહારાષ્ટ્રની છે. મહારાષ્ટ્રમાં આક 1.86 લાખે પહોંચી ગયો છે.

તામિલનાડુ 1 લાખની નજીક, દિલ્હી પણ દૂર નથી

એક માત્ર તામિલનાડુમાં 98,392 કેસો પહોંચ્યા છે. દિલ્હીમાં પણ 92 હજાર કેસો છે. આ 3 રાજ્યોએ દેશની સ્થિતિ બગાડી દીધી છે. એક સમયે ગુજરાત સેકન્ડ નંબર પહોંચી ગયું હતું. જેમાં મોટો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં 33, 999 કેસ છે. હવે માત્ર 7,511 કેસો સારવાર હેઠળ છે. મહારાષ્ટ્રમાં સરકારે 31મી જુલાઈ સુધી લોકડાઉનના સમયને વધારી દીધો છે. હાલમાં સરકાર માટે સૌથી મોટો પ્રશ્ન કોરોનાને મહારાષ્ટ્રમાં રોકવાનો છે. કોરોનાના જનક કરતાં દેશમાં 3 રાજ્યોમાં વધારે કેસ છે.

READ ALSO

Related posts

રિયાના ભાઈ શોવિક અને પિતાની આ દિવસે થઇ શકે છે પૂછતાછ

Mansi Patel

વિશ્વમાં 1.7 લાખ કરોડના વધારા સાથે ચોથા નંબરના ધનિક બન્યા મુકેશ અંબાણી, પ્રથમ નંબરે આવે છે આ ઉદ્યોગપતિ

Karan

દેશમાં પ્રથમ વખત ખુલવા જઈ કરી છે ગધેડીના દૂધની ડેરી, 7000 રૂપિયે લીટર દૂધ વેચાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!