GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

દેશમાં છેલ્લા 20 દિવસમાં વધ્યા નવા 5 લાખ કેસ, 1 મિનિટે 17થી વધુ લોકો થાય છે સંક્રમિત છતાં સરકાર કહે છે કોરોના કાબૂમાં

દેશમાં હાલની સ્થિતિએ નવી અપડેટ બાકી છે ત્યારે 9.80 લાખ કેસ થઈ ચૂક્યા છે. દેશમાં સતત બીજા વખત 3 દિવસમાં નવા 1 લાખ જેટલા કેસ થશે. દેશમાં 5 લાખથી 10 લાખ થવામાં ફક્ત 20 દિવસનો સમય લાગ્યો છે. દેશમાં 26 જૂન સુધી 5 લાખ જેટલા નવા કેસ હતા. આજે 16 જૂને કોરોના મહામારીથી સંક્રમિત લોકોનો આંક 10 લાખને પાર થઈ જશે. દેશમાં કોરોના સંક્રમણના કેસો જે રીતે વધ્યા છે આગામી સમયમાં જુલાઈ મહિનાના અંત સુધીમાં વધુ નવા 5 લાખ કેસ વધી જશે. દેશમાં કોરોના સંક્રમણથી પહેલા 4 રાજ્યો પ્રભાવિત હતા. હાલમાં 9 રાજ્યો સૌથી વધુ પ્રભાવિત થયા છે. દેશમાં છેલ્લા 20 દિવસની વાત કરવામાં આવે તો દર 1 મિનિટે નવા 17 કેસો સામે આવી રહ્યા છે. દેશમાં 25 હજારથી વધુ લોકોના કોરોનાને કારણે મોત પણ થયા એ હકિકત છે.

ગુજરાત ચોથા સ્થાનેથી 5 મા સ્થાને પહોંચ્યું

દેશમાં કોરોના સંક્રમણ સતત બેકાબુ બની રહ્યો છે. કોરોના મહામારીને કારણે સતત નવા કેસોનો રેકોર્ડ બની રહ્યો છે. દેશમાં દર 1 મિનિટે 22થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. દેશમાં ગઈ કાલે 32607 જેટલા પોઝીટીવ કેસ એક જ દિવસમાં નોંધાયા હતા. તો છેલ્લા ત્રણ દિવસમાં જ 90 હજારથી વધારે કેસ નોંધાયા છે. દેશમાં સૌથી વધુ સંક્રમિત રાજ્યમાં ગુજરાત હવે ચોથા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચી ગયું છે. દેશમાં કર્ણાટક, ઉત્તર પ્રદેશ સહિત આંધ્રપ્રદેશમાં સ્થિતિ વણસી ચૂકી છે. આંધ્રપ્રદેશમાં આજે વધુ 2593 ના પોઝીટીવ કેસ આવવા સાથે કુલ આંક 38 હજારને પાર થઈ ગયો છે. ઉત્તર પ્રદેશમાં પણ આજે વધુ નવા 2058 પોઝીટીવ કેસ આવ્યા છે. દિલ્હીમાં સ્થિતિ થોડી સુધરી હોય તેમ છેલ્લા 24 કલાકમાં 1652 નવા પોઝીટીવ કેસ આવ્યા છે.

પ્રત્યેક 1 લાખ કેસ સમયતારીખ
1100326110 દિવસ18 મે 
220719115 દિવસ2 જૂન 
330082111 દિવસ 13 જૂન 
44005567 દિવસ 20 જૂન 
55094456 દિવસ 26 જૂન 
66052215 દિવસ 1 જુલાઈ
77007285 દિવસ 6 જુલાઈ
88081424 દિવસ10 જુલાઈ
99076453 દિવસ13 જુલાઈ
109807003 દિવસ16 જુલાઈ 

દિલ્હીમાં 1.19 લાખથી વધુ લોકો થયા પ્રભાવિત

મહારાષ્ટ્રમાં જ 25 ટકાથી વધારે પોઝીટીવ કેસ છે. મહારાષ્ટ્રમાં 2.76 લાખથી વધુ લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે. તો તામિલનાડુમાં પણ કોરોના સંક્રમણનો આંક 1.52 લાખને પાર થયો છે. દિલ્હીમાં પણ સંક્રમણની સંખ્યા 1.19 લાખ થઈ ચૂકી છે. ગુજરાતમાં પણ હવે દરરો જ 900થી વધુ નવા પોઝીટીવ કેસ આવી રહ્યા છે.

READ ALSO

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: લોકલ ટ્રેનોમાં ફસાયા 200 લોકો, અનેક વિસ્તારોમાં જાહેર કર્યુ રેડ એલર્ટ

Pravin Makwana

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!