GSTV

BREAKING: T20 વર્લ્ડ કપની ટીમમાં જગ્યા ના મળી તો આ દિગ્ગજ બોલરે છોડ્યું ક્રિકેટ, તમામ ફોર્મેટ માંથી લીધો સંન્યાસ

Last Updated on September 14, 2021 by Pritesh Mehta

વિશ્વ ક્રિકેટ જગતમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. શ્રીલંકાના ઝડપી બોલર લસિત મંલિગાએ સંન્યાસની જાહેરાત કરી દીધી છે. તેમણે ક્રિકેટના તમામ ફોરમેટ છોડવાનો નિર્ણય કર્યો છે. લસિત મલિંગા ટી-20 વર્લ્ડ કપ રમવા ઈચ્છતા હતા. પરંતુ જ્યારે શ્રીલંકાઈ ટીમમાં તેમને જગ્યા ના મળી તો તેમણે સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.

ટી-20 વર્લ્ડ કપ રમવાનું વિચારતા હતા

જો કે તેઓ ટેસ્ટ, વનડે અને ફ્રેન્ચાઈઝી ક્રિકેટથી પહેલા જ અળગા થઈ ગયા હતા, અને ફકત ટી-20 વર્લ્ડ કપ રમવાનું વિચારતા હતા. હવે વર્લ્ડ કપ રમવાનું સપનું પુરુ ના થતા હવે આ ફોર્મેટને પણ અલવિદા કહી દીધુ અને પોતાના ધારદાર કેરીયર પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે.

16 વર્ષના ઈંટરનેશનલ કેરિયરમાં મંલિંગાએ 340 મેચ રમી

પોતાના 16 વર્ષના ઈંટરનેશનલ કેરિયરમાં મંલિંગાએ 340 મેચ રમી છે, જેમાં 30 ટેસ્ટ, 226 વનડે અને 84 ટી-20 મેચો શામેલ છે. તેમણે કુલ 546 વિકેટ લીધી છે. જો વિકેટોને અલગ અલગ ફોર્મેટના હિસાબે જોઈએ તો ટેસ્ટમાં 101, વનડેમાં 338 અને ટી-20માં 107 વિકેટ શામેલ છે. લસિત મસિંગા 38 વર્ષના થઈ ગયા છે.

છેલ્લી વખત ક્રિકેટ મેદાન પર માર્ચ 2020 પર ઉતર્યા હતા. મલિંગાએ સન્યાસ લેતા જણાવ્યું કે હું મારા ટી-20 શૂઝને ખીટીંએ લટકાવી રહ્યું છું અને તમામ ફોર્મેટને અલવિદા કહી રહ્યો છું, હું તે તમામનો આભાર વ્યક્ત કરી રહ્યો છું કે જેમણે મારી આ મુસાફરીમાં મારો સાથે આપ્યો અને આવનારા વર્ષોમાં યુવા ક્રિકેટર્સની સાથે પોતાનો અનુભવ શેર કરવા ઈચ્છું છું.

લસિત મંલિગાએ ઈંટરનેશનલ ક્રિકેટમાં 2004માં પગ મૂક્યો હતો.તેમણે ટેસ્ટ ક્રિકેટની જ્યારે શરૂઆત કરી હતી. જુલાઈ 2004માં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ તેમનો ડેબ્યુ થયો હતો. જો કે આ ફોર્મેટમાં વધુ સમય સુધી ટક્યો નહી. 30 ટેસ્ટ પછી તેમની ટેસ્ટમાં કારકિર્દી રોકાઈ ગઈ હતી. 2010માં છેલ્લી વખત સફેદ જર્સીમાં શ્રીલંકા માટે મેચ રમી હતી. જો કે વનડે અને ટી-20 ફોર્મેટમાં તેમને ઘણી સફળતા મળી હતી. જુલાઈ 2004માં યુએઈ વિરુદ્ધ ડેબ્યુ પછી 226 વનડે રમી અને 338 વિકેટ ઝડપી હતી. જુલાઈ 2019માં બાંગ્લાદેશ વિરુદ્ધ છેલ્લી વનડે રમી હતી. આ રીતે જૂન 2006માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20ની પ્રથમ મેચ પછી 84 મેચ રમીને 107 વિકેટ ઝડપી હતી.

READ ALSO

Related posts

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

GST Council Meeting / ઘણી જીવન રક્ષક દવાઓને GSTમાંથી મુક્તિ, પેટ્રોલ-ડીઝલ પર લીધો આ નિર્ણય

Zainul Ansari

મોદી જન્મદિવસે ભેટ આપવાનું ચૂક્યા/ પેટ્રોલ રૂપિયા 28 અને ડીઝલ રૂપિયા 25 સસ્તું કરવાની હતી મોટી તક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!