લસિથ મલિંગા માટે ‘સારા સમાચાર’ની હેટ્રિક, બન્યા પ્રથમ ખેલાડી

શ્રીલંકન ક્રિકેટ ટીમના દિગ્ગજ ફાસ્ટ બોલર લસિથ મલિંગા માટે છેલ્લા થોડા વર્ષ સારા રહ્યાં નથી. એક સમય એવો હતો, જ્યારે તેમની ક્રિકેટ કારકિર્દી સમાપ્ત થતી દેખાઇ રહી હતી, પરંતુ ચાલુ વર્ષે અચાનક તેમની કારકિર્દીમાં બદલાવ જોવા મળી રહ્યો છે.

પ્રથમ તો એશિયા કપમાં તેમની ટીમમાં શાનદાર વાપસી જોવા મળી, ત્યારબાદ હાલમાં તેમને શ્રીલંકન વન-ડે અને ટી-20 ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા અને હવે આઈપીએલ 2019ની હરાજીમાં મંગળવારે તેમના માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. આવો જાણીએ ચાલુ વર્ષે તેમના આનંદની હેટ્રિક કેવીરીતે પૂર્ણ થઇ.

આઈપીએલ 2019ની હરાજીમાં પ્રારંભથી એવુ લાગી રહ્યું હતું કે લસિથ મલિંગાની ઉંમરને (35 વર્ષ) જોઇને કદાચ તેમની ખરીદી થાય નહીં, પરંતુ કંઈક અલગ જ થયું. મલિંગાને બેસ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતીઅને મુંબઈ ઈન્ડિયન્સે તેમને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યા. જ્યારે મલિંગાને બોલી શરૂ થઇ તો કોઇ પણ બીજી ટીમે બોલી લગાવી નહીં અને તેઓ ફરી એક વખત મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાઇ ગયાં. આઈપીએલના બધી 11 સીઝનમાં તેઓ મુંબઈ ઈન્ડિન્સ સાથે જોડાયેલા રહ્યાં છે.

આ તક ઝડપનારા તેઓ પ્રથમ ખેલાડી બન્યા!

લસિથ મલિંગા આઈપીએલના માત્ર એક એવા ક્રિકેટર બન્યા છે, જેઓ આઈપીએલમાં ખેલાડીથી કોચ અને કોચથી ફરી ખેલાડી બનવાનો પ્રવાસ કર્યો અને તે પણ એક ટીમ તરફથી. લસિથ મલિંગા 10 વર્ષ સુધી મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી તરીકે તેમની સાથે જોડાયેલા રહ્યાં. ત્યારબાદ ગયા વર્ષે તેઓ મુંબઈ ઈન્ડિયન્સની સાથે સલાહકાર બોલિંગ કોચના રૂપમાં જોડાયા અને હવે ચાલુ વર્ષે ફરીથી ખેલાડીના રૂપમાં તેમણે વાપસી કરી લીધી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter