GSTV
Home » News » અમેરિકાની યુએસસીઆઇએસએ દસ્તાવેજ મામલે દેશની પ્રખ્યાત કંપની સામે ઉઠાવ્યા આ સવાલ

અમેરિકાની યુએસસીઆઇએસએ દસ્તાવેજ મામલે દેશની પ્રખ્યાત કંપની સામે ઉઠાવ્યા આ સવાલ

L&T ઇન્ફોટેક (એલટીઆઇ)ને તેના ચાવીરૂપ ગ્રાહક એપલ અંગે અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ)એ દસ્તાવેજી વિસંગતતા અને વિધિગત ભૂલો અંગે સવાલ ઉઠાવ્યા છે. આ હિલચાલના લીધે એલટીઆઇ અને આઇફોન ઉત્પાદક વચ્ચેના સંબંધ વણસી ગયા છે.

એલટીઆઇ પર એપલ એકાઉન્ટ પર વર્ક ઓન સાઇટ પર કેટલાક કર્મચારીઓને ઇન્વિટેશન લેટર જારી કરવાનો આરોપ છે, જ્યારે યુએસસીઆઇએની પ્રોસિઝરમાં  એપલ દ્વારા જારી કરવામાં આવતા પત્ર જરૂરી હોય છે. આ અંગે યુએસસીઆઇએસે એપલ સાથે ક્રોસ રેફરન્સ કર્યો ત્યારે તેણે આવા કોઈ પત્ર તેણે જારી કર્યા હોવાની વાત અંગે અજ્ઞાનતા વ્યક્ત કરી હતી. એપલે એલટીઆઇ પાસેથી આઇટી આઉટસોર્સિંગ કામ બંધ કરી દીધું છે.

એલટીઆઇના સીઇઓ સંજય જલોનાએ જણાવ્યું હતું કે તેમણે આ અંગે એપલના કુપર્ટિનો ખાતેના મુખ્યમથકનો પ્રવાસ ખેડ્યો હતો, પરંતુ તેની ખાસ મદદ મળી નથી. એલટીઆઇના એપલ એકાઉન્ટ પર 400 કર્મચારીઓ કામ કરે છે, તે એપ્લિકેશન ડેવલપમેન્ટ અને મેઇન્ટેનન્સ તથા ટેસ્ટિંગ સર્વિસ પૂરા પાડે છે.

એપલનો એલટીઆઇ સાથેનો વાર્ષિક કોન્ટ્રાક્ટ 2.5 કરોડ ડોલરનો હોવાનો મનાય છે.  યુએસસીઆઇએસે આ અંગે જણાવ્યું હતું કે એન્ટિ-ફ્રોડ ઇન્વેસ્ટિગેશનની લાક્ષણિકતાના લીધે એકમ અમે કોઈ ખાસ ટિપ્સને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ તેના અંગેની ટેકનિકો અને પ્રક્રિયાઓ દર્શાવી શકતા નથી.

READ ALSO

Related posts

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari

દિવાળીમાં બધાથી હટકે લાગવું છે? જાણો કેવી કુર્તીની ફેશન છે ઇન ટ્રેન્ડ

Bansari

એક્ટિંગ શીખવવાના બહાને ગમે ત્યાં સ્પર્શ કરતો…આ એક્ટ્રેસ સાથે ન થવાનું થયું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!