GSTV

દુનિયાના સૌથી મોટા ‘વ્હાઇટ ફંગસ’નું સફળ ઓપરેશન, ઇન્દોરની મહિલાનું દુઃસ્વપ્ન આખરે ખતમ થયું

Last Updated on June 18, 2021 by Pritesh Mehta

કોરોનાની બીજી લહેરની સામે દેશ માંડ માંડ બેઠો થયો છે એવામાં બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસે લોકોની અને સરકારની ચિંતા વધારી દીધી છે. આ બંને બીમારીઓ કોરોના કરતા પણ વધુ ખતરનાક હોવાનું માનવામાં આવે છે. તો ઇન્દોરની એક મહિલાના માથામાં અત્યારસુધીનું સૌથી મોટું બ્લેક ફંગસનું ઇન્ફેક્શન જોવા મળ્યું છે. જેને જોઈને ડોક્ટર્સ પણ ચોંકી ગયા હતા.

વ્હાઇટ ફંગસ

મધ્યપ્રદેશના ઇન્દોરમાં બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસના સંક્રમણની ખરાઈ થઇ ગઈ છે. ધાર જિલ્લાની 50 વર્ષીય મહિલાને કોરોના થયો હતો. તે કોરોનાથી સંપૂર્ણપણે સ્વસ્થ થઇ ગઈ, ત્યારબાદ મહિલાને બ્રેઈન ટ્યુમરના ઓપરેશન માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. ડોક્ટરોએ માહીણું ઓપરેશન કરીને ટીમાર કાઢી નાખ્યું પરંતુ જયારે ટ્યુમરની બાયોપ્સી અને ક્લચર ટેસ્ટ કરવામાં આવ્યું તો તેમાં વ્હાઇટ ફંગસ હોવાની વાત સામે આવી, માનવામાં આવી રહ્યું છે કે આ અત્યાર સુધીનું સૌથી મોટું વ્હાઇટ ફંગસનું સંક્રમણ છે, જેનો આકાર 8.6 x 4 x 4.6 સેમી છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ  દર્દીમાં ફંગસ ઇન્ફેક્શન લોહી દ્વારા ફેલાયું હતું. જયારે સામાન્ય રીતે અત્યારસુધી ફંગસ ઇન્ફેક્શનના લક્ષણ પ્રારંભિક તબક્કે નાક અને આંખમાં જોવા મળ્યા છે પરંતુ વ્હાઇટ ફંગસના એવા કોઈ લક્ષણ સામે નથી આવ્યા. જોકે, પહેલા પણ વ્હાઇટ ફંગસના લક્ષણો અનેક દર્દીઓમાં જોવા મળ્યા છે. પરંતુ, પોસ્ટ કોવિડ દર્દીઓમાં આ ઇન્ફેક્શન ઇન્દોરમાં પહેલીવાર જોવા મળ્યું છે. જણાવી દઈએ કે ઇન્દોરમાં બ્લેક ફંગસ ઉપરાંત ગ્રીન અને વ્હાઇટ ફંગસ ઇન્ફેક્શનની પુષ્ટિ થઇ ચુકી છે.

જણાવી દઈએ કે ઇન્દોર શહેરમાં પોસ્ટ કોવિડ બીમારીઓના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કેટલાંક દિવસોમાં બ્લેક ફંગસના ભોગ બનેલા 500થી વધુ કેસ સામે આવ્યા છે, તો, ચોંકાવનારી વાત તો એ છે કે ઇન્દોરમાં ગ્રીન ફંગસનો એક પણ કેસ સામે આવ્યો નથી. આ દેશનો પહેલો એવો કિસ્સો હોવાનું કહેવાય રહ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari

ઉદારીકરણના 30 વર્ષ / તત્કાલિન નાણા પ્રધાન મનમોહન સિંહ સામે હતા ઘણા પ્રકારો, જાણો 1991 પછીથી કેવી રીતે બદલાઇ ગયું ભારતનું અર્થતંત્ર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!