GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

વિશ્વમાં વધુ વસતી છતાં ભારતમાં 2 લાખનો આંક પાર થતા થયા 125 દિવસ, અન્ય દેશોમાં લાગ્યો આ સમય

દેશમાં કોરોના સંક્રમણની ગતિ હવે તેજ બની રહી છે. દેશમાં અત્યાર સુધી 207970 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. દેશમાં કોરોના પોઝીટીવ આંક 2 લાખને પાર થતાં 125 દિવસનો સમય લાગ્યો છે. દેશમાં કોરોનાને લઈને અત્યાર સુધી 5829 લોકોના મોત પણ થયા છે. દેશમાં અન્ય દેશોની સરખામણીએ 2 લાખનો આંક પાર થતાં 125 દિવસ લાગ્યા છે જ્યારે અમેરિકા સહિત અન્ય 6 દેશોમાં કોરોના સંક્રમણના આંક 2 લાખ પહોંચવામાં ભારતથી બહુ ઓછા દિવસો લાગ્યા હતા. દેશમાં કોરોના પોઝીટીવનો આંક 2 લાખને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે કોરોના પોઝીટીવ ભારતમાં આવ્યા છે. ભારતમાં 2 જૂનના દિવસે 8821 કોરોના પોઝીટીવ આવ્યા છે. તો 221 લોકોના મોત પણ થયા છે. દેશમાં છેલ્લા 7 દિવસમાં 50 હજાર જેટલા પોઝીટીવ આવ્યા છે. દેશમાં કોરોનાની રફતાર ચાલુ જ છે. દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ 31 મેના રોજ 8789 નોંધાયા હતા. દેશમાં સૌથી વધુ મોતની સંખ્યા પણ એ જ દિવસે 222 થઈ હતી.

Corona

વિશ્વના સૌથી વધુ સંક્રમિત દેશોમાં 2 લાખનો આંક પાર થતા લાગેલો સમય

દેશદિવસો
અમેરિકા72 દિવસ
બ્રાઝિલ79 દિવસ
સ્પેન82 દિવસ
ઈટાલી89 દિવસ
યુકે97 દિવસ
રશિયા101 દિવસ
ભારત125 દિવસ

રિકવરી દરમાં ભારત વિશ્વમાં 3 જા સ્થાન પર પહોંચ્યું

અમેરિકામાં કોરોના સંક્રમણ સૌથી વધુ છે. અમેરિકામાં કોરોના પોઝીટીવ નો આંક 2 લાખને પાર થતાં ફક્ત 72 દિવસ લાગ્યા હતા. જ્યારે બ્રાઝીલમાં 79 દિવસોમાં કોરોનાનો આંક 2 લાખને પાર થયો હતો. સ્પેનમાં 82 દિવસે, ઈટાલીમાં 89 દિવસે, યુકેમાં 97 દિવસે, રશિયામાં 101 દિવસે અને ભારતમાં 125 દિવસે 2 લાખનો આંક પાર થયો છે. દેશમાં કોરોના સંક્રમિત સૌથી વધુ અસરગ્રસ્ત 7 દેશોમાં સ્પેનમાં સૌથી વધારે રિવકરી રેટ મળ્યો છે. રિકવરી દરમાં ભારત વિશ્વમાં 3 જા સ્થાન પર પહોંચ્યું છે. વિશ્વના અન્ય દેશોની તુલનામાં સૌથી વધુ વસતી હોવા છતાં ભારતમાં સંક્રમણ ફેલાવાનો દર ખૂબ જ ધીમો રહ્યો છે. દેશમાં 2 હજાર કેસ પણ નહોતા ત્યારે દેશમાં લોકડાઉન અમલમાં રહેતાં કોરોના સંક્રમણના આંક 2 લાખ થવામાં અન્ય દેશોની સરખામણીમાં ઘણો સમય લાગ્યો છે. અમેરિકામાં સૌથી ઝડપી 72 દિવસમાં બે લાખથી વધારે લોકો કોરોના પોઝિટિવ થયા હતા. ભારતમાં આ આંકડો 125 દિવસમાં આવ્યો છે.

Read Also

Related posts

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

સચિન પાયલોટનું સમર્થન કરવુ ભારે પડ્યું, કોંગ્રેસે આ નેતાને પાર્ટીમાં હટાવી દીધા

Pravin Makwana

કોરોનાના કોઈ લક્ષણો ન દેખાવા છતાં એક મહિલાએ 71 લોકોને બનાવ્યા કોરોના પોઝીટીવ, રાખજો સાવધાની

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!