GSTV

આતંકીઓના સફાયા માટે શ્રીનગરમાં મોટુ ઓપરેશન, અર્ધ સૈન્ય દળની વધારાની ૫૦ કંપનીઓ તૈનાત કરાઇ

આતંકીઓ

Last Updated on October 23, 2021 by Bansari

કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગનું પ્રમાણ વધી રહ્યું છે. આતંકીઓ આમ નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. એવામાં હવે કાશ્મીર ઘાટીમાં અર્ધસૈન્ય દળના વધુ જવાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે. જ્યારે આઠ વર્ષ બાદ કાશ્મીરના શહેરોના રસ્તા પર સુરક્ષા બંકરોની વાપસી થઇ રહી છે. ૧૯૯૦ના દસકામાં ઘાટીમાં આતંકવાદ ચરમ સીમા પર હતો ત્યારે પણ આવા કોઇ બંકરોનો ઉપયોગ રસ્તા પર નહોતો જોવા મળ્યો.

આતંકીઓ

અર્ધ સૈન્ય દળની વધારાની ૫૦ કંપનિઓ તૈનાત

હાલ શ્રીનગરમાં એરપોર્ટ રોડ પર આવા બે બંકર બનાવવામાં આવ્યા છે. જ્યારે શ્રીનગરના અનેક વિસ્તારોમાં આવા સુરક્ષા બંકરો તૈયાર કરવામાં આવી રહ્યા છે. કાશ્મીરમાં વકરી રહેલા આતંકવાદ અને ટાર્ગેટ કિલિંગને અટકાવવા માટે આ પ્રકારના બંકરો બનાવવામાં આવી રહ્યા છે. શ્રીનગરમાં સુરક્ષા તંત્રને મજબૂત કરવા માટે અર્ધ સૈન્ય દળની વધારાની ૫૦ કંપનિઓ તૈનાત કરવામાં આવી રહી છે. ૨૦૧૦માં આ પ્રકારના બંકરોને હટાવી લેવામાં આવ્યા હતા.

આતંકીઓ

કાશ્મીરની જેલોમાં કેદ ખુંખાર આતંકીઓને અન્ય રાજ્યોની જેલોમાં મોકલાયા

બીજી તરફ કાશ્મીર ઘાટીની અલગ અલગ જેલોમાં બંધ ૨૬ હાર્ડકોર આતંકીઓનું પહેલુ ગુ્રપ શુક્રવારે ઉત્તર પ્રદેશની આગરા સેંટ્રલ જેલમાં મોકલવામાં આવ્યું હતું. જ્યારે અન્ય કેટલાક આતંકીઓને કાશ્મીરની બહારની જેલોમાં મોકલવામાં આવી રહ્યા છે. એવી શંકા છે કે હાલ જે હુમલા અને ટાર્ગેટ કિલિંગ થઇ રહ્યા છે તેમાં આ આતંકીઓનો પણ હાથ હોઇ શકે છે. છેલ્લા કેટલાક દિવસથી ઘાટીની અંદર આતંકી હુમલાનું પ્રમાણ વધ્યું છે. કાશ્મીરમાં આતંકી હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે એવામાં શનિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ શનિવારે કાશ્મીરની મુલાકાત માટે જઇ રહ્યા છે.

અમિત શાહ ત્રણ દિવસની મુલાકાત દરમિયાન કાશ્મીરની સંપૂર્ણ સ્થિતિ અંગે જાણકારી મેળવશે. સાથે જ તેઓ પંચાયત વર્કર્સ અનેે સુરક્ષાની બેઠકોમાં પણ ભાગ લેશે. જમ્મુ કાશ્મીરમાંથી ઓગસ્ટ ૨૦૧૯માં આર્ટિકલ ૩૭૦ હટાવવામાં આવી તે બાદ અમિત શાહની આ કાશ્મીરની પહેલી મુલાકાત છે. કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટાર્ગેટ કિલિંગ વધી રહ્યું છે. આતંકીઓ બિનકાશ્મીરી અને બિનમુસ્લિમોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. એવામાં સૈન્ય દ્વારા મોટા પાયે આતંકીઓના સફાયા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અમિત શાહ શ્રીનગર બાદ જમ્મુની મુલાકાત માટે જશે.

Read Also

Related posts

Big Breaking / બુલંદશહરમાં RLD નેતાના કાફલા પર હુમલો, 50 રાઉન્ડ ગોળીઓ ચાલી: 1 મોત

Zainul Ansari

BIG BREAKING: રાજસ્થાનના જયપુરમાંથી એક જ પરીવારના 9 સભ્યો થયા સંક્રમિત, ઓમિક્રોને તો ચિંતા વધારી

pratik shah

ચિંતાજનક સ્થિતિ / ભારતમાં ફેલાયો ઓમીક્રોનનો ભય, દક્ષિણ આફ્રિકાથી આવેલા વિદેશી પ્રવાસીઓ થયા લાપતા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!