GSTV
Home » News » તમારી નાણાંકીય લેવડ-દેવડ પર છે મોદી સરકારની નજર, ફરજિયાતપણે કરવું પડશે આ કામ

તમારી નાણાંકીય લેવડ-દેવડ પર છે મોદી સરકારની નજર, ફરજિયાતપણે કરવું પડશે આ કામ

sbi savings plus account

જો કોઇ વ્યક્તિ એક વર્ષમાં નિશ્વિત સીમા કરતાં વધુ રૂપિયા ઉપાડે અથવા તો લેણદેણ કરે તો હવે તે ફક્ત પેન કાર્ડ બતાવીને છટકી નહી શકે. નવા નિયમ અનુસાર લેણદેણ અથવા તો ઉપાડની વાર્ષિક સીમા પાર કરવા પર તમારે આધાર કાર્ડને વેરિફાય કરાવું પડશે.

આધાર કાર્ડનું વેરિફિકેશન બે રીતે થઇ શકે છે. એક રીત છે ઇલેક્ટ્રોનિક-કેવાયસી અથવા તો બાયોમેટ્રિક રીતે કે વન ટાઇમ પાસવર્ડ દ્વારા. ફાઇનાન્સ બિલમાં થનાર નવા બદલાવ અંતર્ગત ભારે મૂલ્યની લેવડ-દેવડ અને સીમા કરતાં વધુ વિદેશી મુદ્રાની ખરીદી પર પણ આધાર વેરિફિકેશન કરાવું ફરજિયાત બનશે. આ પ્રકારના કોઇપણ કાર્ય પર ફક્ત પેન કાર્ડ દર્શાવવાની જરૂર હોય છે.

Kisan Vikas Patra

તેવી જ રીતે પ્રોપર્ટી હસ્તાંતરણ કરવા પર પણ હાલ પેન કાર્ડ અથવા આધાર કાર્ડ રજૂ કરવું પડે છે પરંતુ હવે આધાર કાર્ડના વેરિફિકેશન વિના આ કામ શક્ય નથી.સૂત્રોએ જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા મુખ્યત્વે તે લોકો માટે લાગુ કરવામાં આવી રહી છે જેની વાર્ષિક લેણદેણ ઘણી વધુ છે. નાની લેવડ-દેવચ માટે આ પ્રકારનું કોઇ ફરજિયાતપણું નહી હોય.

જો કે હજુ સુધી લેણદેણની વાર્ષિક સીમા કેટલી હોવી જોઇએ તેના પર કામ ચાલી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે જો કોઇ વ્યક્તિ વાર્ષિક 20-25 લાખ રૂપિયાનો ઉપાડ અથવા તો લેણદેણ કરે તો તેણે આધાર કાર્ડનું વેરિફિકેશન કરાવું પડશે. સૂત્રોનું કહેવું છે કે વર્તમાનમાં લોકો ઘણીવાર બોગસ પેનકાર્ડ બતાવીને પોતાની લેણદેણની રકમ છુપાવી લે છે પરંતુ આધાર કાર્ડથી વેરિફિકેશન બાદ ભલે બનાવટ પર લગામ ન લાગે પરંતુ મોટી હદ સુધી નિયંત્રણ શક્ય બનશે.

sbi kyc by sms
financial changes june

તેનો અર્થ એ છે કે હવેથી જો તમે વાર્ષિક સીમા કરતાં વધુ કેશ ઉપાડશો તો તમારે આધારકાર્ડનું વેરિફિકેશન કરાવુ પડશે. જો કે કરિયાણા સ્ટોરથી સામાન ખરીદવા અથવા તો ડેરી પ્રોડક્ટ્સ લેવા દરમિયાન બેન્કમાંથી રૂપિયા ઉપાડવા પર આ પ્રકારનું વેરિફિકેશન જરૂરી નથી.

Read Also

Related posts

કોઇપણ કામમાં અડચણો આવતી હોય તો ધારણ કરી લો આ રત્ન, જાણો તેની ખાસિયત

Bansari

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!