ગ્લોબલ વોર્મિંગ હિમાલયને તો પિગળાવી રહ્યું છે હવે આર્ક્ટિક ક્ષેત્રમાં આવેલા ગ્રીનલેન્ડથી એક વિશાળ હિમનદી તૂટી પડી છે. આ ભાગ આપણા ગાંધીવગર કે ચંદીગઢ શહેર જેટલો મોટો છે. વૈનિકોએ ચેતવણી આપી છે કે જો મનુષ્ય ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરશે, તો બરફનું સ્તર પૃથ્વી પરથી સમાપ્ત થઈ જશે. પાણીમાં દરિયા કાંઠાના શહેરો ડૂબી જશે. સૂર્યના ખતરનાક યુવી કિરણોથી પૃથ્વી પર કોઈ બચાવી નહીં શકે. ગ્રીનલેન્ડની આ હિમનદીનું નામ સ્પ્લેટ ગ્લેશિયર છે. તેને 79N પણ કહેવામાં આવે છે. તેનું સૌથી મુશ્કેલ નામ નિયોવજાર્ડ્સર્દન છે. બરફના મુખ્ય સ્ત્રોતથી અલગ થયેલ ભાગ, લગભગ 113 ચોરસ કિલોમીટર છે. 80 કિલોમીટર લાંબો અને 20 કિલોમીટર પહોળો મૂળ વિસ્તાર છે.

સેટેલાઇટ ફોટોગ્રાફ્સ દર્શાવે છે કે 29 જૂનથી 24 જુલાઇ 2020ની વચ્ચે ગ્લેશિયર ચાર વખત તૂટી પડ્યો હતો. આ ટુકડો હવે ગ્રીનલેન્ડની ઉત્તર-પૂર્વમાં બર્ફીલા પાણીમાં તરતો જઈ રહ્યો છે. મુખ્ય હિમનદીથી અલગ થયા પછી, આ મોટા ટુકડાના બે ભાગ થઈને વહેંચાઈ ગયા છે. આ વિસ્તાર સમુદ્ર સાથે જમીનને જોડે છે.

આઇસ શેલ્ફ, બરફનો ખડક, ઘણા વર્ષોથી તૂટી રહ્યો હતો. 1990 થી સતત તેમાં તિરાડો પડતી હતી. તે ધીમે ધીમે તેના મુખ્ય ગ્લેશિયર, એટલે કે સ્પેલ્ટ ગ્લેશિયરથી અલગ થઈ રહ્યો હતો. 1990માં બે વાર સ્પ્લેટ ગ્લેશિયર 23 કિ.મી.ના વિસ્તારમાં ઓગળ્યો છે. પાણીના નાના તળાવો દેખાઈ રહ્યાં છે. તળાવો ગરમીને કારણે રચાય છે.

બીજો સૌથી મોટો આર્કટિક આઇસ શેલ્ફ (આઇસ રીફ) છે જે ગ્રીનલેન્ડના કોઈપણ ગ્લેશિયરથી અલગ છે. અગાઉ, પીટરમેન ગ્લેશિયરથી થોડા ટુકડાઓ અલગ થયા હતા. જે ગ્રીનલેન્ડના ઉત્તર પશ્ચિમમાં સ્થિત છે, જે થોડો મોટો હતો. આર્કટિકનો વિસ્તાર 1980 થી 3 ડિગ્રી સેલ્સિયસ ગરમ થયો છે. તાપમાનએ 2019 અને 2020 ના ઉનાળામાં તમામ રેકોર્ડ તોડ્યા હતા. જેના કારણે ગ્રીનલેન્ડ બરફ ઝડપથી ઓગળી રહ્યો છે. આ ખૂબ જ જોખમી સંકેતો છે.
- સુરત/ એથર કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં સાત લોકોના મોત, 5થી વધુ દર્દીઓની હાલત ગંભીર
- શિયાળામાં સ્ટાઇલિશ દેખાવા ઈચ્છો છો, તો કેરી કરો આ આઉટફિટ્સ, મળશે યુનિક લુક
- શિયાળામાં દૂધમાં આ 4 વસ્તુઓ મિક્સ કરીને પીવો, શરીરને શક્તિ મળશે અને બચી શકશો શરદી-ખાંસીથી
- Sam Bahadur Screening દરમિયાન સિતારાઓનો મેળો જામ્યો, રેખાએ પોતાના ચાર્મથી કેટરિના-અનન્યાને ફિક્કા પાડ્યાં
- ‘ભારતે આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે…’ અમેરિકાના દાવા બાદ કેનેડાના PM જસ્ટિન ટ્રુડોનું મોટું નિવેદન