મધ્યપ્રદેશમાં વિધાનસભાની ખાલી પડેલી 28 બેઠકો પર પેટાચૂંટણીઓ માટે મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યના નેતાઓની ભાષા વધુને વધુ હલકી થઇ રહી છે. પૂર્વ સીએમ કમલનાથ દ્વારા એક મહિલાને ‘આઈટમ’ કહેવાનો મામલો હજુ શાંત થયો નથી ત્યારે ભાજપના એક સાંસદે કમલનાથ પર એક અભદ્ર ટિપ્પણી કરી છે.
કમલનાથને કહ્યા ‘કમરનાથ’
મળતી માહિતી મુજબ ઇન્દોરથી ભાજપના સાંસદ શંકર લાલવાનીએ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને ‘કમલનાથ’ કહીને સંબોધિત કર્યા છે. ઇન્દોરમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન શંકર લાલવાનીએ અભિનેત્રી સેલિના જેટલી સાથેનો એક ફોટો દર્શાવતા કમલનાથ પર નિશાન સાધતા કહ્યું છે, ‘કોંગ્રેસના પૂર્વ સીએમ કમલનાથ નથી કમરનાથ છે. જુઓ કેવી રીતે તેમનો હાથ કમર પર છે, આ હું નહિ કહી રહ્યો સાંવેરના જાગૃત મતદાતા કહી રહ્યા છે.’ તો સાથે સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસીઓની સટ્ટા બજાર વાળાઓ સાથે સેટિંગ છે.


કોંગ્રેસે કરી ચૂંટણી પંચમાં ફરિયાદ
તો બીજી બાજુ મધ્યપ્રદેશ કોંગ્રેસે ભાજપ સાંસદ શંકર લાલવાણીની આ અશોભનીય ટિપ્પણીને લઈને રાજ્યના ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરી છે. કોંગ્રેસે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને આપેલ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે ઈંદોરના ભાજપના સાંસદ લાલવાનીએ આજે ઇન્દોરમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને લઈને અશોભનીય ટિપ્પણી કરી છે.
યોગ્ય કાર્યવાહી કરવા માંગ
કોંગ્રેસે જણાવ્યું કે પ્રદેશ યોજાનાર 28 બેઠકોની પેટાચૂંટણીને આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે અને આ દરમ્યાન કોઈના પર પણ વ્યક્તિગત ટિપ્પણી, ખોટી ટિપ્પણી, અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરવી સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે. તેની સાથે જ કોંગ્રેસે ચૂંટણી પંચને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- પાટણ જિલ્લામાં વીજકર્મીઓએ આંદોલન છેડ્યૂ, 21 તારીખે વીજ કર્મચારીઓએ માસ સીએલ પર જશે
- IndvsAus: બીજા દિવસે વરસાદને કારણે 35 ઓવર્સની રમત ધોવાઈ, ઓસ્ટ્રેલિયાના 369 સામે ભારત 62/2
- દુનિયાનો સૌથી ગંદો માણસ! આ શખ્સે 65 વર્ષથી નથી કર્યુ સ્નાન, કહાની સાંભળી થઈ જશે ઉલ્ટી
- ખેડૂત આંદોલનના સમર્થનમાં ગાંધીનગર ખાતે કોંગ્રેસનો આક્રમક દેખાવ, પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે થયું ઘર્ષણ
- દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓનું આજથી આંદોલન, વીજ પુરવઠો ખોરવાશે તો સરકારની જવાબદારી