GSTV

ઓલિમ્પિક/ અમદાવાદ આસપાસની 7 ગામની જમીનો નહીં મળે લીઝ કે ભાડાપટ્ટે, જમીનો રિઝર્વ કરવાનો સરકારનો આદેશ

Last Updated on June 12, 2021 by Harshad Patel

અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યા બાદ હવે ઓલિમ્પિક ગેમ્સ (Olympic Game) યોજવા માટે કમર કસી રહ્યું છે. અમદાવાદ શહેરના મોટેરા (Motera) ખાતે રૂપિયા 800 કરોડના ખર્ચે દુનિયાનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi cricket stadium) બન્યું છે. સમગ્ર સ્પોર્ટસ સંકુલને સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલનું નામકરણ કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમના નામકરણ વખતે જ ગૃહમંત્રી અમિતશાહે કહ્યું હતું કે, ભવિષ્યમાં વિવિધ ગેમને પ્રોત્સાહન આપતાં સ્ટેડિયમો તૈયાર થશે. હવે અમદાવાદે 2036 ઓલમ્પિકની યજમાની કરવા માટે વિવિધ સ્ટેડિયમો તૈયાર કરવા માટે કમર કસી લીધી છે. ઓલિમ્પિકની જરુરિયાતના સરવે માટે ઔડાએ ટેન્ડર બહાર પાડ્યું છે. ઔડાએ તાજેતરમાં અમદાવાદ શહેરમાં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ઈન્ફાસ્ટ્રકચરની જરુરિયાત માટે રિપોર્ટ તૈયાર કરાવવા ટેન્ડર કર્યા છે.

  • અમિતશાહની ભવિષ્યવાણી સાચી પડશે
  • ઓલિમ્પિક યજમાની માટે ઔડાએ કમર કસી
  • સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ આસપાસના 7 ગામની સરકારી જમીન રીઝર્વ કરી
  • સાત ગામોની કોઇપણ સરકારી જમીન જિલ્લા કલેકટર વેચી શકશે નહીં કે લીઝ પર આપી શકશે નહીં
  • ઔડા અને ગુડામાં કરી દેવાઈ છે જાણકારી
  • રમતના સ્ટેડિયમો સાથે ફાઈવસ્ટાર હોટલો પણ બનશે
  • એરપોર્ટ, મોદી સ્ટેડિયમ નજીક હોવાથી આ જગ્યા કરાઈ પસંદ

ઔડાએ અમદાવાદ કલેક્ટરને પત્ર લખી આદેશ આપ્યો

અમદાવાદ શહેરના મોટેરા સરદાર પટેલ સ્પોર્ટર્સ સંકુલની આસપાસ 7 ગામની સરકારી જમીનના વેચાણ અને ભાડાપટ્ટા ઉપર આપવા ઉપર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી છે. ઔડા (AUDA)એ તાજેતરમાં અમદાવાદ કલેક્ટરને પત્ર લખી મોટેરા ગામ સહિત આસપાસના 7 સરકારી જમીન વેચાણ ન કરવા માટે આદેશ કર્યો છે.

આ સાત ગામની સરકારી જમીન થશે રિઝર્વ

1.ચાંદખેડા, અમદાવાદ
2.મોટેરા, અમદાવાદ
3.ઝુંડાલ, ગાંધીનગર
4.ભાટ, ગાંધીનગર
5.કોટેશ્વર, ગાંધીનગર
6.સુઘડ, ગાંધીનગર
7.કોબા, ગાંધીનગર

આ જમીનો કોઇપણ વ્યકિત કે સંસ્થાને વેચી કે ભાડે આપી શકાશે નહીં

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળે આસપાસના ગામડાની જમીનો અનામત કરી દીધી છે. હવે આ જમીનો કોઇપણ વ્યકિત કે સંસ્થાને વેચી શકાશે નહીં. ભાડે આપી શકાશે નહીં કે લીઝ પર આપી શકાશે નહીં. જે જમીનો અનામત કરવામાં આવી છે તેમાં ચાંદખેડા, મોટેરા, ઝૂંડાલ, ભાટ, કોટેશ્વર, સુઘડ અને કોબા વિસ્તારનો સમાવેશ થાય છે. આ તમામ જમીનો અમદાવાદ અને ગાંધીનગરના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે તેથી ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળને પણ જાણ કરી દેવામાં આવી છે. ઔડાએ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવની આસપાસ સાત ગામડાઓની સરકારી જમીન માટે પ્રતિબધં મૂકતા આદેશ બહાર પાડ્યો છે. એટલે કે સરકારનો મહેસૂલ વિભાગ આ સાત ગામોની સરકારી જમીન વેચી શકશે નહીં કે લીઝ પર આપી શકશે નહીં. કોઇ સંસ્થાને ભાડે પણ આપી શકશે નહીં.

આ જગ્યાએ સ્પોટર્સ સંકુલોનું કરાશે નિર્માણ

સ્પોટર્સ એકિટવિટીના પ્રથમ ચરણમાં એશિયાડ અને ઓલમ્પિક રમતોનું યજમાન પદ અમદાવાદને લેવાનું હોવાથી આ જગ્યાએ સ્પોટર્સ સંકુલોનું નિર્માણ કરવામાં આવશે. આ જગ્યા એટલા માટે પસદં કરવામાં આવી છે કે બાજુમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે અને એરપોર્ટ પણ નજીક છે. સ્પોટર્સ કોમ્પલેકસ માટે ઔડા ટૂંક સમયમાં ટેન્ડરો ઇસ્યુ કરશે અને એજન્સીઓ નક્કી કરશે.

આ જગ્યાએ ફાઇવસ્ટાર હોટલો પણ બનાવવામાં આવશે

સલાહકારોની સલાહ પ્રમાણે કેન્દ્રીય એજન્સી અને કેન્દ્ર સરકાર ભાવિ યોજનાઓ જાહેર કરશે. જ્યાં સુધી અંતિમ યોજનાને મંજૂરી મળે નહીં ત્યાં સુધી આ સાત ગામોની કોઇપણ સરકારી જમીન જિલ્લા કલેકટર વેચી શકશે નહીં કે લીઝ પર આપી શકશે નહીં. જો કોઇ કાર્યવાહી ચાલતી હોય તો તેને તાત્કાલિક રોકવામાં આવે. આ જગ્યાએ ફાઇવસ્ટાર હોટલો પણ બનાવવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ક્લબહાઉસના યુઝર્સ માટે સૌથી ખરાબ સમાચાર: લાખો યુઝર્સના ફોન નંબર આ સાઈટ પર વેચાયા, વાપરનારા ભરાઈ જશે

Pravin Makwana

મેટ્રોમાં સફર કરવા વાળા માટે મોટી રાહત! હવે 100% ક્ષમતા સાથે ચાલશે, પેરંતુ આ લોકો પર પ્રતિબંધ

Damini Patel

પહેલો સગો પાડોશી: મુશ્કેલીના સમયમાં ભારતે કરી મદદ, 200 ટન ઓક્સિજન ભરેલી આખી ટ્રેન બાંગ્લાદેશ મોકલાવી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!