લેન્ડલાઇન વપરાશકારોને ટૂંક સમયમાં લેન્ડલાઇન ફોનથી મોબાઇલ ફોન પર કોલ કરવા માટે હવે મોબાઇલના દસ નંબર અગાઉ 0(શૂન્ય) ઉમેરવો પડશે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટે 1 જાન્યુઆરીથી આ નવી સિસ્ટમનો અમલ કરવા જરૂરી વ્યવસ્થા ઉભી કરવા ટેલિકોમ કંપનીઓને નિર્દેશ આપી દીધા છે.
આ નિર્ણયથી શું થશે ફાયદો

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ટેલિકોમ વિભાગે લેન્ડલાઇન ફોનથી મોબાઇલ પર ફોન કરવા માટે આગળ ઝીરો ઉમેરવાના ટ્રાઇની ભલામણ સ્વીકારી લીધી હતી. આ નિર્ણયને કારણે ટેલિકોમ સર્વિસને નંબરિંગ માટે પૂરતી જગ્યા મળી રહેશે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ(ડીઓટી)એ ‘મોડિફિકેશન ઓફ ડાયલિંગ પેટર્ન ફ્રોમ ફિક્સ્ડ લાઇન નંબર્સ ટુ સેલ્યુલર મોબાઇલ નંબર્સ’ નામના સર્ક્યુલરમાં જણાવ્યું છે કે ફિક્સ્ડ લાઇન અને મોબાઇલ સર્વિસ માટે પૂરતા નંબર રિસોર્સ સુનિશ્ચિત કરવા માટે ટ્રાઇએ 29 મે, 2020ના રોજ કરેલી ભલામણને સ્વીકારી લેવામાં આવી છે.
1 જાન્યુઆરીથી અમલમાં આવશે નવી સિસ્ટમ

ટેલિકોમ વિભાગે 20 નવેમ્બરના સર્ક્યુલરમાં જણાવ્યું છે કે તમામ ટેલિકોમ કંપનીઓએ 1 જાન્યુઆરીથી નવી સિસ્ટમનો અમલ શરૂ કરવા જરૂરી વ્યવસ્થા ઉભી કરવી પડશે.
ઉલ્લેખનીય છે કે ટલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા(ટ્રાઇ)એ ચાલુ વર્ષે મેે મહિનામાં લેન્ડલાઇન ફોનથી મોબાઇલ પર ફોન કરવા માટે મોબાઇન ફોન નંબર ઝીરો ઉમેરવાની ભલામણ કરી હતી. ટ્રાઇએ જણાવ્યું હતું કે ડાયલિંગ પેટર્નમાં ફેરફાર કરવાને કારણે વધુ 254.4 કરોડ વધારાના એડિશનલ નંબરિંગ રિસોર્સિસ ઉપલબ્ધ બનશે.
Read Also
- કાર્યક્રમમાં પહોંચેલા ભાજપના મંત્રી સ્થાનિકોની નારાજગીનો બન્યા ભોગ, પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ લીધો ઉધડો!
- ભરતપુરમાં 5 મહિનાથી કોરોના સંક્રમિત છે મહિલા, સતત 31 વખત કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટીવ
- આનંદ મહિન્દ્રાની દિલદારી : ગાબામાં ઐતિહાસિક જીત મેળવીને આવેલા ખેલાડીઓને ભેટમાં આપશે THAR-SUV
- કાંટાની ટક્કર/ છ મહાનગરપાલિકાની ચૂંટણી 21મી ફ્રેબ્રુઆરીએ યોજાશે, બે તબક્કામાં ચૂંટણીનું આયોજન: રસા કસીનો જંગ
- જલ્દી કરો/ અહીં ગ્રાહકોને અપાઈ રહી છે આકર્ષક ઓફર, 2500 રૂપિયાની પૂર્વ ચૂકવણી પર મળશે 3000 રૂપિયાની ખરીદીનો મોકો