ઔડા એ જાહેર નોટિસ જારી કરીને ખરીદદારોને અમદાવાદની પશ્ચિમી બાજુના 68 ગામોમાં સબ-પ્લોટિંગ સ્કીમ્સમાં રોકાણ કરતાં પહેલાં સાવચેત રહેવા જણાવ્યું છે. જો કે નુકસાન પહેલાથી જ થઈ ગયું છે કારણ કે હજારો રોકાણકારો મુખ્ય ખેતીની જમીન પર ગેરકાયદેસર પ્લોટિંગ યોજનાઓમાં તેમના નાણા રોક્યા બાદ અટવાઈ ગયા છે. તેમણે વિશાળ બંગલા, વિલા કે ફાર્મહાઉસ બનાવવા માટે જે જમીન ખરીદી છે તેમાં ક્યારેય કોઈ બાંધકામ જોવા મળશે નહીં.

જાહેર નોટિસમાં, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ ખરીદદારો/રોકાણકારોને સામાન્ય એગ્રીકલ્ચર ઝોન અને પ્રાઇમ એગ્રીકલ્ચર ઝોન હેઠળ સૂચિત કરેલા વિસ્તારોમાં વીકએન્ડ વિલા અથવા પ્લોટ ખરીદતા પહેલા કાયદેસરતા તપાસવા જણાવ્યું છે. તેનો અર્થ એ છે કે કાયદા મુજબ આ વિસ્તારોમાં રહેઠાણોનો વિકાસ થઈ શકતો નથી અને તેને ઔડા દ્વારા તોડી પાડવામાં આવી શકે છે.
ગેરકાયદેસર સબ-પ્લોટિંગ સ્કીમનો મુદ્દો ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર લાવવામાં આવ્યો
ઔડા સૂત્રોએ જણાવ્યું હતું કે 68 ગામોમાં જમીન વેચવા માટે ગેરકાયદેસર સબ-પ્લોટિંગ સ્કીમનો મુદ્દો ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર લાવવામાં આવ્યો છે પરંતુ રિયલ એસ્ટેટ ક્ષેત્રના કેટલાક મોટા નામો તેમાં સંડોવાયેલા હોવાથી હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઔડાના સીઈઓ ડીપી દેસાઈએ ટિપ્પણી કરી અમારા ધ્યાને આવ્યું છે કે 68 ગામોમાં બિન-ખેતી (NA) જમીન તરીકે ગેરકાયદેસર રીતે દાવો કરીને ઘણી પ્લોટિંગ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આથી અમે લોકોના હિતમાં જાહેર નોટિસ બહાર પાડી છે. અમે ગેરકાયદેસર પ્લોટિંગ યોજનાઓ સામે સખત પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છીએ.
ઔડા એ પોતે જ અહીં પ્લોટિંગ યોજનાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો
ઔડા ના સિનિયર ટાઉન પ્લાનર આરજે રાવલે તેમને પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા. નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટે અગાઉ શહેરમાં ગેરકાયદે બાંધકામો અને અતિક્રમણ અંગે કડક વલણ અપનાવ્યું હતું. બિલ્ડરો કાયદાનું ઉલ્લંઘન કરતા હોવા છતાં ઔડા મૂક પ્રેક્ષક રહ્યું હતું. ઔડાની ભાવિ વિકાસ યોજનાને 2014 માં રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હતી. બાદમાં 68 ગામોમાં ખેતીની જમીન પર વિકાસ અટકાવવામાં આવ્યો હતો અને તેમને ત્રણ અલગ-અલગ કૃષિ ઝોન હેઠળ મૂકવામાં આવ્યા હતા. તેનો અર્થ એ છે કે ઔડા એ પોતે જ અહીં પ્લોટિંગ યોજનાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો.
જો કે બિલ્ડરો કે જેમણે અહીં મોટા ભાગની ખરીદી કરી હતી. મોટા વિકાસની અપેક્ષાએ વીકએન્ડ વિલા અને ફાર્મહાઉસ માટે જમીન વેચવાનું શરૂ કર્યું. આ સંબંધમાં ઘણી આરટીઆઈ અરજીઓ દાખલ કરવામાં આવી છે જે સત્તાવાળાઓને અમુક બિલ્ડરો સામે પગલાં લેવા દબાણ કરી શકે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ