GSTV
Gujarat Government Advertisement

જમીન માપણીમાં ધુપ્પલ, માપણી ખોટી હોવા છતાં સાચી બતાવવા અધિકારીઓ દ્વારા દબાણ

Last Updated on July 25, 2018 by

હવે તમને એવું લાગશે કે સેટેલાઇટથી જમીન માપણીમાં આટલું મોટું ધુપ્પલ ચાલ્યું તો શું સરકારમાં બેઠેલા અધિકારીઓને એની ખબર નહીં હોય ? કે સરકાર સમજવા છતાં પણ ખોટું કરી રહેલી કંપની પ્રત્યે આંખ આડા કાન કરે છે ?

એક બાજુ સરકારે સેટેલાઇટ માપણી ખોટી થઇ હોવા છતાં કંપનીને નાણાં ચુકવી દીધા. તેમાં એવી શરત હતી કે પંદર ફૂટનો ફરક પડે તો પણ તેને ફરીથી પૈસો લીધા વિના માપણી કરીને સુધારો કરી આપવાનો હતો. પણ અહીં તો આખે આખા કિલોમીટર્સ ફરી ગયા છે. તેમ છતાં કંપનીને દંડવાના બદલે સરકાર પ્રજાના ટેક્સના પૈસાથી વાંધા અરજીના નિકાલની લોલીપોપ લાવી છે.હવે વાત કરીએ મેપિંગમાં થયેલી પોલંપોલની તો જીએસટીવી પાસે એવા પુરાવા છે કે ધ્રોળના મુખ્ય પ્રાંત અધિકારીએ જૂના અને નવા નકશાના મળવણા પછી 10 એપ્રિલ, 2018ના રોજ તેમના વિસ્તારના 209માંથી 95 સર્વે કબજા ફેર થઇ ગયા છે. હજારો એકરનો ખરાબો ગાયબ થઇ ગયો છે તેવો રિપોર્ટ ઉપરી અધિકારીને કર્યો છે.

હવે જુઓ આ કલ્યાણપુર તાલુકાના ભાટવડિયા ગામનો નકશો છે. આ ગામમાં ખેતરની બાજુમાંથી નીકળતો રસ્તો જ નકશામાંથી ગાયબ છે. આ નકશાની નિશાનીઓ જુઓ. કુવો અને પાતાળકુવો બન્નેની નિશાની સરખી છે. પાણીની ટાંકી અને પંપ હાઉસની નિશાનીઓ સરખી છે.નદી નાળા, ખાનગી રસ્તા બધાની નિશાની સરખી છે. જો નકશાનું હાર્દ જ ખોટું હોય તો તેના આધારે કોર્ટ પણ સાચા ચુકાદા કેવી રીતે આપી શકે ? પણ નવાઇની વાત એ છે કે આ વિસ્તારમાં સુઝલોન કંપની આવેલી છે તો તેનો મેપ અને તેની પવનચક્કીઓના નકશા બરાબર આવ્યા છે. તો આમાં શુ સમજવું?

જીએસટીવી પાસે જે પુરાવા છે તે પ્રમાણે સુપ્રિટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકોર્ડ એટલે કે એસએલઆરએ 14 મહીના પહેલા રિપોર્ટ કર્યો હતો કે જમીન માપણી ખોટી છે. આ પણ સેટલમેન્ટ કમિશનની કચેરી દ્વારા આ રિપોર્ટ દબાવી રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત સર્વેયરોએ પણ પત્ર લખીને સરકારને જાણ કરી છે કે ખોટા નકશા પર દબાણ કરીને સાચા નકશા કરવા દબાણ કરાયું છે. 1, જુલાઇ, 2016ના રોજ નવ ટીમના સર્વેયરોએ લેખિતમાં જાણ કરી છે કે જમીન માપણી ખોટી થઇ છે. તેને સાચી બતાવવા અધિકારીઓ દબાણ કરી રહ્યા છે. ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડને સંબોંધીને આ પત્રમાં લખ્યું છે કે. ખોટી જમીન માપણીથી જમીન માફિયા ફાવશે. ખરાબા ખોવાઇ ગયા છે ને ગૌચર ગાયબ થઇ ગઇ છે. સિંહણ ગામની 500 એકર ગૌચરની જમીન પ0 એકર થઇ ગઇ છે અને આ 50 એકરમાં ગૌચર નથી પણ દાયકાઓથી શાળા અને દવાખાનું છે. આમ મનઘડંત રીતે નકશાં તૈયાર કરાયા છે તેવો ખુલાસો ખુદ સર્વેયરોએ કર્યો હોવા છતાં અધિકારીઓએ કોના ઇશારે આખી વાત ધ્યાને નથી લીધી તેની પણ મુખ્યપ્રધાને તપાસ કરાવવાની જરૂર છે. જમીન માપણી વખતે લેન્ડ ગ્રાન્ટ. ભુદાન. એકત્રીકરણ. ગામ તળ. સાથણી જેવી બાબતો ધ્યાને જ લેવાઇ નથી. ત્યારે આ જમીન માપણીથી થયેલો અન્યાય ગુજરાતની આગામી પેઢીઓને પણ વારસામાં મળશે એમાં શંકાને કોઇ સ્થાન નથી.

  • જમીન માપણીમાં ધુપ્પલથી સરકાર વાકેફ!
  • સેટલમેન્ટ કમિશનની કચેરી દ્વારા દબાવી રાખવામાં આવ્યો રિપોર્ટ!
  • જમીન માપણી ખોટી હોવા છતાં તેને સાચી બતાવવા અધિકારીઓ દ્વારા દબાણ
  • સર્વેયરોએ પણ સરકારને જાણ કરવા લખ્યો પત્ર
Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta

સુરતની આ ડેરીએ કર્યો દૂધ અને તેની બનાવટોમાં ભાવ વધારો, કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!