ગુજરાતના જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલને ભારત લવાશે. જયેશ પટેલને ભારત પરત મોકલવા લંડન કોર્ટ નિર્ણય કર્યો છે. લાંબા સમયથી ભારત લાવવાની કાનૂની કાર્યવાહી ચાલી રહી હતી જે બાદ આખરે આજે લંડન કોર્ટ ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, હત્યા અને જમીન કૌભાંડના કેસમાં ફરાર જયેશ પટેલ લંડનમાં ઝડપાયો હતો અને લંડનની જેલમાં બંધ હતો.

- જામનગરના ભૂમાફિયા જયેશ પટેલને ભારત લવાશે
- વકીલ કિરીટ જોશી મર્ડર અને જમીન કૌભાંડના આરોપી જયેશ પટેલને ભારત લાવવામાં આવશે
- જયેશ પટેલને ભારત પરત મોકલવા લંડન કોર્ટનો નિર્ણય
- લાંબા સમયથી ચાલી રહી હતી કાનૂની કાર્યવાહી
- હત્યા અને જમીન કૌભાંડના કેસમાં ફરાર જયેશ પટેલ લંડનમાં ઝડપાયો હતો
- લંડનમાં ઝડપાયા બાદ લંડનની જેલમાં હતો બંધ
વિદેશ નાસી ગયેલ જયેશ પટેલ લંડનમાં પકડાયો હતો
તમને જણાવી દઈએ કે, જયેશ પટેલ સામે હત્યા અને હત્યા પ્રયાસ સહિતના ગુના નોંધાયા છે અને તે લંડનની જેલમાં છે. ત્યારે તેને ભારત પરત લાવવા માટે જામનગર અને ગુજરાતની પોલીસના પ્રયાસો ચાલુ હતા જેમાં અંતે પોલીસને સફળતા મળી છે. અનેક ગુના આચર્યા પછી વિદેશ નાસી ગયેલ જયેશ પટેલ 16 માર્ચ 2021ના રોજ લંડનમાં પકડાયો હતો.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો