GSTV
Ahmedabad Trending ગુજરાત

જમીન પચાવી લેવાની પ્રવૃત્તિ ડામતો સુધારા ખરડો વિધાનસભામાં પસાર, ભૂમાફિયાઓને માપમાં રાખવા પગલું

ગુજરાતમાં જમીન પચાવી પાડવાની ભૂમાફિયાઓની પ્રવૃત્તિને ડામી દેવા માટે લેન્ડ ગ્રેબિંગ એમેન્ડમેન્ટ એક્ટ આજે ગુજરાત વિધાાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. આ અગાઉ કોન્ગ્રેસી ધારાસભ્ય પૂંજાભાઈ વંશને સાત દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાના સ્પીકરના નિર્ણય સામેના વિરોધમાં કોન્ગ્રેસે ગૃહત્યાગ કર્યો હોવાથી કોન્ગ્રેસ તરફથી આ મુદ્દે કોઈપણ રજૂઆત કરવામાં આવી નહોતી. માત્ર ભાજપના સભ્યોએ જ ચર્ચા કરીને તે મંજૂર કર્યો હતો.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે સુધારા ખરડાના માધ્યમથી ગરીબ પરિવારોની જમીન હડપ થઈ જતી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લેન્ડ ગ્રેબિંગના મોજૂદ કાયદા હેઠળ અત્યાર સુધીમાં ૮૧૮ અરજીઓ મંજૂર કરવામાં આવેલી છે. તેમાંથી ૫૮૬ એફઆઈઆર ફાઈલ કરવામાં આવી છે અને લેન્ડ ગ્રેબિંગ માટે જવાબદારી ૨૫૬ લોકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. સરકારી જમીન પચાવી પાડવાની-લેન્ડ ગ્રેબિંગ માટેની અન્ય ૪૯૯ અરજીઓમાંથી ૧૨૧ અરજીઓ માટે કમિટીની મંજૂરી મેળવીને ૯૯ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તેમ જ ૪૭૮ વ્યક્તિઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં ૩૩૬ કેસમાં ચાર્જશીટ પણ ફાઈલ કરી દેવામાં આવી છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કુલ ૧૨૩૪૨અરજીએ થઈ છે.

land

તેમણે કહ્યું હતું કે સુધારેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટના માધ્યમથી કોઈની પણ જમીનમાં પગ મૂકતા ભૂમાફિયાઓ ચાર વાર વિચાર કરશે. ભૂમાફિયાઓ ખાનગી અને સરકારી માલિકીની જમીનોના ખોટા પુરાવાઓ ઊભા કરીને સરકારની જાણ બહાર જ કિંમતી જમીનો કાનગી વ્યક્તિઓને વેચી મારતા હતા. ખેડૂતોની જમીન હડપ કરી લઈને ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા હોવાના કિસ્સાઓ મુખ્યમંત્રીના ધ્યાનમાં આવ્યા પછી આ પ્રકારની સમસ્યાઓનો ઝડપી ઉકેલ આવે તે માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે.

ભૂમાફિયાઓ સામે પગલાં લેવાનું શરૃ કરતાં તેમણે કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરીન ેતમાંથી નીકળી જવા માટે હાઈકોર્ટનો આશરો લઈને કેટલીક કલમોને પડકારી હતી. તેથી છઠકબારીનો લાભ લેતા અટકાવવા માટે કાયદામાં સુધારા કરવામાં આવ્યા છે. કાયદામાં કરવામાં આવેલા સુધારાથી જે જમીનમાં અનુસૂચિત આદિજાતિ કે પરંપરાગત વનવાસી અધિનિયમ ૨૦૦૬ હ ેટળ આવેલી અને અનિર્ણિત રહેલી અરજીઓને કાયદાકીય જોગવાઈમાંથી મુક્તિ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તેવી જ રીતે વિશેષ કોર્ટ સમક્ષ આ પ્રકારના કેસની અરજીઓ પ્રાથમિક રીતે નિરર્થક જણાતી હોય તો વિશે, કોર્ટ તપાસ કર્યા વિના જ અરજી નામંજૂર કરી શકે તેવું પ્રાવધાન પણ કરવામાં આવ્યું છે. આ પ્રકારના કેસોમાં વિશેષ કોર્ટ સમક્ષ સાક્ષીને પોતિના લેખિત સહમતી વિના બોલાવી ન શકાય તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે. તેમ જ તે અંગેનો પુરાવો રજૂ કરવામાં નિષ્ફળ જાય તો પક્ષકારોદ્વારે કે વિશેષ કોર્ટ દ્વારા ટીપ્પણીનો વિષય બનાવી શકાશે નહિ.

ગુજરાત

આ સુધારા માટે અપીલ કરવાની સત્તા પણ આપવામાં આવી છે. તેને માટે કોર્ટ, કોર્ટની કાર્યરીતિ અને સત્તાઓ પણ કાયદાકીય જોગવાઈનો માધ્યમથી નિયત કરવામાં આવી છે. વિશેષ કોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવે તેના પછી ૬૦ દિવસ સુધી અપીલ કરવાની પરવાનગી આપી શકાય તેવી જોગવાઈ સુધારા ખરડાના માધ્યમથી દાખલ કરવામાં આવી છે.જમીન પચાવી લેવાની પ્રવૃત્તિ ડામતો સુધારા ખરડો વિધાનસભામાં પસાર

ગરીબોની હડપ થઈ જતી જમીનો બચાવવા અને ભૂમાફિયાઓને માપમાં રાખવા કાયદામાં સુધારો કરાયો

ગુજરાતમાં જમીન પચાવી પાડવાની ભૂમાફિયાઓની પ્રવૃત્તિને ડામી દેવા માટે લેન્ડ ગ્રેબિંગ એમેન્ડમેન્ટ એક્ટ આજે ગુજરાત વિધાાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. આ અગાઉ કોન્ગ્રેસી ધારાસભ્ય પૂંજાભાઈ વંશને સાત દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાના સ્પીકરના નિર્ણય સામેના વિરોધમાં કોન્ગ્રેસે ગૃહત્યાગ કર્યો હોવાથી કોન્ગ્રેસ તરફથી આ મુદ્દે કોઈપણ રજૂઆત કરવામાં આવી નહોતી. માત્ર ભાજપના સભ્યોએ જ ચર્ચા કરીને તે મંજૂર કર્યો હતો.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે સુધારા ખરડાના માધ્યમથી ગરીબ પરિવારોની જમીન હડપ થઈ જતી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લેન્ડ ગ્રેબિંગના મોજૂદ કાયદા હેઠળ અત્યાર સુધીમાં ૮૧૮ અરજીઓ મંજૂર કરવામાં આવેલી છે. તેમાંથી ૫૮૬ એફઆઈઆર ફાઈલ કરવામાં આવી છે અને લેન્ડ ગ્રેબિંગ માટે જવાબદારી ૨૫૬ લોકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. સરકારી જમીન પચાવી પાડવાની-લેન્ડ ગ્રેબિંગ માટેની અન્ય ૪૯૯ અરજીઓમાંથી ૧૨૧ અરજીઓ માટે કમિટીની મંજૂરી મેળવીને ૯૯ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તેમ જ ૪૭૮ વ્યક્તિઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં ૩૩૬ કેસમાં ચાર્જશીટ પણ ફાઈલ કરી દેવામાં આવી છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કુલ ૧૨૩૪૨અરજીએ થઈ છે.

તેમણે કહ્યું હતું કે સુધારેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટના માધ્યમથી કોઈની પણ જમીનમાં પગ મૂકતા ભૂમાફિયાઓ ચાર વાર વિચાર કરશે. ભૂમાફિયાઓ ખાનગી અને સરકારી માલિકીની જમીનોના ખોટા પુરાવાઓ ઊભા કરીને સરકારની જાણ બહાર જ કિંમતી જમીનો કાનગી વ્યક્તિઓને વેચી મારતા હતા. ખેડૂતોની જમીન હડપ કરી લઈને ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા હોવાના કિસ્સાઓ મુખ્યમંત્રીના ધ્યાનમાં આવ્યા પછી આ પ્રકારની સમસ્યાઓનો ઝડપી ઉકેલ આવે તે માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે.

ભૂમાફિયાઓ સામે પગલાં લેવાનું શરૃ કરતાં તેમણે કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરીન ેતમાંથી નીકળી જવા માટે હાઈકોર્ટનો આશરો લઈને કેટલીક કલમોને પડકારી હતી. તેથી છઠકબારીનો લાભ લેતા અટકાવવા માટે કાયદામાં સુધારા કરવામાં આવ્યા છે. કાયદામાં કરવામાં આવેલા સુધારાથી જે જમીનમાં અનુસૂચિત આદિજાતિ કે પરંપરાગત વનવાસી અધિનિયમ ૨૦૦૬ હ ેટળ આવેલી અને અનિર્ણિત રહેલી અરજીઓને કાયદાકીય જોગવાઈમાંથી મુક્તિ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તેવી જ રીતે વિશેષ કોર્ટ સમક્ષ આ પ્રકારના કેસની અરજીઓ પ્રાથમિક રીતે નિરર્થક જણાતી હોય તો વિશે, કોર્ટ તપાસ કર્યા વિના જ અરજી નામંજૂર કરી શકે તેવું પ્રાવધાન પણ કરવામાં આવ્યું છે. આ પ્રકારના કેસોમાં વિશેષ કોર્ટ સમક્ષ સાક્ષીને પોતિના લેખિત સહમતી વિના બોલાવી ન શકાય તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે. તેમ જ તે અંગેનો પુરાવો રજૂ કરવામાં નિષ્ફળ જાય તો પક્ષકારોદ્વારે કે વિશેષ કોર્ટ દ્વારા ટીપ્પણીનો વિષય બનાવી શકાશે નહિ.

આ સુધારા માટે અપીલ કરવાની સત્તા પણ આપવામાં આવી છે. તેને માટે કોર્ટ, કોર્ટની કાર્યરીતિ અને સત્તાઓ પણ કાયદાકીય જોગવાઈનો માધ્યમથી નિયત કરવામાં આવી છે. વિશેષ કોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવે તેના પછી ૬૦ દિવસ સુધી અપીલ કરવાની પરવાનગી આપી શકાય તેવી જોગવાઈ સુધારા ખરડાના માધ્યમથી દાખલ કરવામાં આવી છે.

Read Also

Related posts

સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST

GSTV Web Desk

BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત

Hardik Hingu

RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે

Hardik Hingu
GSTV