GSTV
Home » News » જમીનના મામલામાં ગુજરાત સરકાર કરશે સૌથી મોટો સુધારો, નવેસરથી નહીં ઘૂંટવો પડે એકડો

જમીનના મામલામાં ગુજરાત સરકાર કરશે સૌથી મોટો સુધારો, નવેસરથી નહીં ઘૂંટવો પડે એકડો

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે કરેલા સુધારા વધારાને અંતે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે પાવર ઑફ એટર્ની પર થર્ડ પાર્ટીની જમીન વેચી શકાય છે, પરંતુ આ  જ પાવર ઑફ એટર્ની પર થર્ડ પાર્ટીની જમીનને એન.એ. એટલે કે નોન એગ્રીકલ્ચરમાં રૂપાંતરિત કરી શકાતી નથી. પાવર ઑફ એટર્ની પર જમીન વેચી દેવામાં આવે તો તે જમીનના માલિક માટે વધુ નુકસાન કારક સાબિત થઈ શકે છે, જ્યારે એન.એ. કેન્સલ કરી  દઈને જમીનના માલિકને તેની જમીન પૂર્વવત સ્વરૂપમાં પરત મળી શકે છે. જમીનના સોદામાં વિપરીત સ્થિતિનો સામનો અનેક લોકોને કરવો પડી રહ્યો છે. તેમાંય ખાસ કરીને ગુજરાતમાં જન્મેલા પરંતુ વિદેશ જઈને વસેલા પરંતુ ગુજરાતમાં આજેય જમીન ધરાવનારાઓની હાલાકીમાં આ વિચિત્ર જોગવાઈને પરિણામે ખાસ્સો વધારો થઈ રહ્યો છે.

જમીનના વેચાણ અને ઇતર વહેવારોના જાણકારોનું કહેવું છે કે ખેતી માટેની જમીન હોય કે પછી બિનખેતી માટેની જમીન હોય લોહીના સંબંધ ધરાવનારી વ્યક્તિને પાવર ઑફ એટર્ની આપવામાં આવ્યો હોય તો તેવા સંજોગોમાં પાવર ઑફ એટર્ની ધારક તે જમીનનું વેચાણ કરી શકે છે. વેચાણનો દસ્તાવેજ પણ કરી શકે છે.તેના ગિફ્ટ ડીડ કરી શકે છે. તેમ જ બાનાખત પણ કરી શકે છે. 

પાવર ઑફ એટર્ની ધારક જે તે જમીનના વિવાદમાં કોર્ટ કાર્યવાહી થાય તો તેમાં પણ ભાગ લઈ શકે છે. આમ જમીનના માલિક વતીથી તેની સાથે લોહીના સંબંધ ધરાવનારા પાવર ઑફ એટર્નીથી બધું જ કરી શકે છે.પરંતુ જો તે જમીનને એન.એ. એટલે કે બિનખેતીની કરવા માટે અરજી કરે તો તેવા સંજોગોમાં મહેસૂલ વિભાગના અિધકારીઓ કહે છે કે જમીનના મૂળ માલિકને જ એન.એ. કરવા માટેની અરજી પર સહી કરવા માટે હાજર કરવા ફરજિયાત છે.

તેમની હાજરીમાં સહી થાય તો જ જમીનને એન.એ. કરી આપવામાં આવશે. બીજી તરફ જમીનને એન.એ. કરાવવા માટે ઓનલાઈન અરજી કર્યા પછી તેના અનુસંધાનમાં જોઈતી તમામ વિગતો સબમિટ કરી દેવામાં આવે તે પછી અરજદારને માટે ફોર્મ જનરેટ કરવામાં આવે છે. આ ફોર્મ જનરેટ કરીને ઓરિજિનલ માલિકની સહી તેના પર નોટરીની હાજરીમાં કરી આપવી ફરજિયાત કરવામાં આવેલી છે. આ હાર્ડ કોપી પર જમીનના મૂળ માલિકની સહી લાવવા માટે પંદરથી ત્રીસ દિવસનો જ સમય આપવામાં આવે છે. 30 દિવસમાં આ કાર્યવાહી ન પૂરી થાય તો તે અરજી આપોઆપ જ રદબાતલ થઈ જાય છે. પરિણામે અરજદારે તે માટે નવેસરથી અરજી કરવી પડે છે.

લોહીની સગાઈ ધરાવતી વ્યક્તિ પાવર ઑફ એટર્નીની મદદથી એન.એ. કરાવવા માટે અરજી કર્યા પછી ફોર્મ મેળવે અને વિદેશમાં મોકલી તેના પર સ્વજનની સહી કરાવવાની પ્રક્રિયા કરે તો તેમાં 15થી 30 દિવસથી વધુ સમય નીકળી જાય છે. પરિણામે તેમની અરજીઓ રદબાતલ થઈ જાય છે. આમ થતાં તેમને નવેસરથી એકડો ઘૂંટવો પડે છે. આ સંજોગમાં એન.એ. કરવાની છૂટ આપવાની માગણી કરવામાં આવી રહી છે. આ મુદ્દે મહેસૂલ મંત્રી કૌશિક પટેલને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ હકીકત સાચી છે. હું પણ સમજું છું કે તે ઉચિત નથી. પરિણામે આગામી થોડા દિવસમાં તેમાં સુધારો કરી દેવાના પગલાં લઈ લઈશ.

READ ALSO

Related posts

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આકાર પામશે રોબોટિંગ ગેલેરી, આવી હશે ખાસિયતો

Nilesh Jethva

પીઢ અભિનેતા દિલીપ કુમારે પોતાનો 97મો જન્મદિવસ ઊજવ્યો, ફેન્સનો આભાર માનતી એક પોસ્ટ મુકી

Bansari

ઇન્ટીમેટ સીન વખતે આ સુપરસ્ટારના થઇ જાય છે આવા હાલ, હાથ ધ્રુજવા લાગે છે અને જોતજોતામાં તો…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!