GSTV

કાપડ વેપારીઓના માનસિક ત્રાસથી કંટાળી જમીન દલાલે ઊંઘની ગોળીઓ ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ

સુરતના ઉમરા વિસ્તારમાં કાપડ વેપારીઓના માનસિક ત્રાસથી કંટાળી જમીન દલાલે ઊંઘની ગોળીઓ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે ત્રણ જેટલા લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વેસુ વિસ્તારમાં આવેલ જલારામ નગર સોસાયટીમાં રહેતા જમીન દલાલ આશિષ આનંદ સરાવગીએ ગત તારીખ 26 મી ના રોજ પોતાના ઘરની ટેરેસ પર જઈ ૧૧ જેટલી ઊંઘની ગોળીઓ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનો દ્વારા ગંભીર હાલતમાં તેઓને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ પણ તેઓ સારવાર હેઠળ છે. ઘટના અંગે ઉમરા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આશિષ આનંદ સરાવગીએ જાન્યુઆરી માસમાં કાપડ વેપારી નરેન્દ્ર અગ્રવાલ પાસેથી ત્રણ કરોડ અને રમણ પંચેરિવાલ પાસેથી એક કરોડ જેટલી રકમ ધંધાકીય કામકાજ માટે લીધી હતી.

જોકે સમયમર્યાદા ગયા હોવા છતાં આ રકમ આનંદ સરાવગી આપી શક્યા નહોતા. અવાર નવાર કાપડ વેપારીઓ દ્વારા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી. જ્યાં તારીખ 26 મી ના રોજ નરેન્દ્ર અગ્રવાલ અને રમણ પંચેરિવાલ સહિત ત્રણ લોકો વેસુ વીઆઈપી પ્લાઝા માં આવેલી આશિષના ઓફિસ તેમજ પિપલોદ ખાતેના મકાને ઉઘરાણી માટે ગયા હતા. જોકે આશિષ વડોદરા હોવાથી તેના ભાઈ એ વેપારી જોડે ટેલિફોનિક આશિષને વાત કરાવી હતી. જેમાં ધમકી મળતા સુરત આવ્યા બાદ આશિષએ ઘરની ટેરેસ પર જઈ ૧૧ જેટલી ઊંઘની ગોળીઓ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે આ સમગ્ર ઘટના અંગે ઉમરા પોલીસ દ્વારા કાપડ વેપારીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

રૂપાણી સરકારની વધશે મુશ્કેલી : કોરોનાકાળમાં શિક્ષકોની આ માગ નહિં સતોષાય તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલનની ચીમકી

Nilesh Jethva

બુમરાહને માત્ર બે જ ઓવર, કોહલીની આ તે કેવી કપ્તાની, ગૌતમ ગંભીરે વ્યક્ત કરી અકળામણ

pratik shah

ચોરના નામે ચિઠ્ઠીઃ મોક્ષધામમાંથી થઈ ગઈ સામાનની ચોરી, ગ્રામજનોએ લખેલી ભાવનાત્મક ચિઠ્ઠી થઈ વાયરલ

Karan
Do NOT follow this link or you will be banned from the site!