GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

દાયકાઓ બાદ Lambretta G-325 સ્કૂટરની થઈ રહી છે વાપસી, ઈલેક્ટ્રિક અવતારમાં Bajaj Chetakને આપશે ટક્કર

ભારતીય બજારમાં 80ના દાયકામાં એક સમય હતો, જ્યારે સ્કૂટરોની માંગ સૌથી વધારે હતી. તે સમયમાં ઈટલીની પ્રમુખ દ્વિચક્રીય વાહન નિર્માતા કંપની Lambrettaએ બજારમાં પોતાનું સ્કૂટર રજૂ કર્યુ છે. એકવાર ફરીથી આ કંપની ભારતીય બજારમાં આવી રહી છે. હાલમાં જ કંપનીએ મિલાનમાં ચાલી રહેલાં EICMA2019 મોટરસાઈકલ શોમાં પોતાનું નવું Lambretta ઈલેક્ટ્રિક સ્કૂટર G-325ને રજૂ કર્યુ છે. કંપની આ સ્કૂટરને આવતા વર્ષે ભારતમાં આયોજીત થનારા ઓટો એક્સપોમાં રજૂ કરશે.

લગભગ ચાર દાયકા બાદ એકવાર ફરીથી Lambretta ભારતીય બજારોમાં આવવાની તૈયારી કરી રહ્યુ છે. જાણકારી મુજબ, કંપની ભારતીય બજારમાં લોહિયા ઓટોની સાથે મળીને વાહનો રજૂ કરશે. તેમના માટે બંને કંપનીઓની વચ્ચે વેપાર સમજૂતી પણ થઈ ગઈ છે. જે હેઠળ કંપની દિલ્હીમાં એક એસેમ્બલ પ્લાન્ટ બનાવવાની તૈયારી કરી રહી છે.

Lambretta સ્કૂટર તે જમાનામાં ભારતીય ગ્રાહકોની વચ્ચે ઘણું લોકપ્રિય હતુ. વાત કરીએ 1981ની તો તે સમયે કંપનીએ દેશભરમાં 35,000થી વધારે સ્કૂટરનું વેચાણ કર્યુ હતુ. પરંતુ સમયની સાથે બજારમાં સ્પર્ધા વધી અને સ્કૂટરની ડિમાન્ડ ઘટતી ગઈ. ત્યારબાદ 1997માં કંપનીએ સત્તાવાર રીતે સ્કૂટરોનું ઉત્પાદન બંધ કરી દીધુ હતુ.

EICMA મોટર શો દરમ્યાન Lambretta G-325 ઈલેક્ટ્રિક સ્કૂટરનાં કન્સેપ્ટને રજૂ કરવામાં આવ્યો હતો. તેને કંપનીએ પોતાનાં પારંપરિક રેટ્રો ડિઝાઈન આપી છે. જે આજે પણ સ્કૂટર લવર્સમાં પ્રિય છે. આ સ્કૂટરમાં રેટ્રો સ્ટાઈલ હેડલેમ્પની સાથે  LED યુનિટ્સ અને ડે ટાઈમ રનિંગ લાઈટ્સ આપવામાં આવી છે જે રેટ્રો મોર્ડન કોમ્બિનેશનનો બેજોડ નમૂનો છે.

READ ALSO

Related posts

કોરોનાની મહામારી વચ્ચે ટીઆરબી જવાને જાહેરમાં કરી જન્મદિવસની ઉજવણી, વીડિયો વાયરલ

Nilesh Jethva

દિલ્હીમાં કોરોના સંક્રમણનો આંક 1 લાખને પાર, 3 હજારથી વધુ લોકોના થયા છે મોત

Harshad Patel

મોદી અને શાહની ઈમેજને મીડિયામાં સાફ સુથરી રાખતા આ ખાસ વ્યક્તિને આપવામાં આવ્યો છે પ્રિયંકા ગાંધીનો બંગલો !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!