GSTV

મોટા સમાચાર/ લાલૂ યાદવની તબિયત લથડી, AIIMS કરવામાં આવ્યા દાખલ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવની હાલત શનિવારે ગંભીર રૂપથી ખરાબ થઈ ગઈ. તેમને શ્વાસ લેવામાં તકલીફના કારણે દિલ્હી એમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. લાલૂ યાદવે એર એમ્બ્યુલન્સ થકી રાંચી એમ્સથી દિલ્હી લાવવામાં આવ્યો છે. આ દરમિયાન તેમની સાથે બિહારની પૂર્વ મુખ્યમંત્રી અને તેમની પત્ની રાબડી દેવી અને દિકરા તેજસ્વી યાદવ પણ હાજર છે. ઉલ્લેખનીય છે કે, ફેફસામાં સંક્રમણ અને કિડનીથી જોડાયેલી સમસ્યાઓથી લાંબા સમયથી પરેશાન છે અને ગુરુવાર રાતથીજ તેમને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થઈ રહી હતી. ત્યારબાદ તેમને ડૉક્ટરોની દેખરેખમાં રિમ્સમાં રાખવામાં આવ્યા હતા.

એમ્સ દિલ્હીના ડૉક્ટર પ્રમાણે લાલૂ યાદવની ઉંમર વધારે હોવાના કારણે સમસ્યા વધારે છે. તેને જોતા કાર્ડિયોલોજિસ્ટ, લંગ્સ અને કિડની સ્પેશલિસ્યની નિગરાનીમાં તેમની સારવાર શરૂ કરવામાં આવ્યું છે.

રિમ્સથી કરવામાં આવ્યુ રેફર

રાંચીમાં તેમની તબિયત વધારે ખરાબ હોવાના કારણે લાલૂ પ્રસાગ યાદવને રિમ્સને ડૉક્ટરોએ એમ્સ દિલ્હી રેફર કર્યા હતા. ત્યારબાદ તેમને તરત એર એમ્બ્યુલન્સ થકી દિલ્હી લાવવામાં આવ્યા. આ દરમિયાન કોર્ટથી તેમની સાથે રાબડી દેવી અને દિકરા તેજસ્વીને પણ સાથે આવવાની મંજૂરી આપવામાં આવી છે.

તેજસ્વી બોલ્યા- તબિયત વધારે ખરાબ

દિલ્હી પહોંચવા પર લાલૂ યાદવના દિકરાએ તેજસ્વી યાદવને કહ્યું કે, લાલૂજીની તબિયત ગુરુવાર રાતથી જ ખરાબ ચાલી રહી હતી. શનિવારે તેમની તબિયત વધારે ખરાબ હોવાના કારણે તેમને એમ્સ દિલ્હી લઈને આવ્યા છે અને આગળની સારવાર તેમની અહીં જ કરવામાં આવશે.

દિલ્હીથી લઈ જવાનો આગ્રાહ કર્યો હતો

આ પહેલા રાંચીમાં જેલ પ્રશાસને એક મહીના માટે લાલૂને એમ્સ મોકલવાની મંજૂરી આપી દીધી હતી. જેલ આઈજી વિરેન્દ્ર ભૂષણે રિમ્સ નિર્દેશકને પત્ર લખી તેની મંજૂરી આપી દીધી હતી. રિમ્સ પ્રબંધને જેલ પ્રશાસને લાલૂની ખરાબ વાતચીતને જોતા તેમને અવિલંબ દિલ્હીથી લઈ જવાનો આગ્રાહ કર્યો હતો.

રિમ્સમાં વ્યવસ્થા પર્યાપ્ત નથી

રિમ્સમાં લાલૂ પ્રસાદની સારવાર કરી રહેલા ડૉ. ઉમેશ પ્રસાદે જણાવ્યું હતું કે, લાલૂ યાદવની સ્થિતિ હાલમાં સ્થિર છે, પરંતુ આગળ સ્વાસ્થ્ય બગડ્યું તો રિમ્સમાં વ્યવસ્થા પર્યાપ્ત નથી. તેથી મેડિકલ બોર્ડે તેમને એમ્સ મોકલવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું કે, નિમોનિયાના કારણે લાલૂ યાદવના લંગ્સમાં પાણી હોઈ શકે છે.

READ ALSO

Related posts

કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો

Pravin Makwana

નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે

Pravin Makwana

ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!