GSTV

લાલુ પર સુશીલ મોદીનો મોટો આરોપ, જેલમાંથી NDA સરકાર તોડી પાડવાનું રચી રહ્યા છે કાવતરું

લાલુ

Last Updated on November 25, 2020 by Bansari

બિહારના પૂર્વ ઉર મુખ્યપ્રધાન અને બિજેપી નેતા સુશીલ કુમાર મોદીએ આરજેડી સુપ્રીમો લાલૂ યાદવને અંગે મોટો ખુલાસો કર્યો છે. સુશીલ મોદીએ આરોપ લગાવતા કહ્યું કે લાલૂ યાદવ રાંચી જેલમાંથી સતત મોબાઇલ ફોન દ્વારા એનડીએ ધારાસભ્યોનો સંપર્ક કરી રહ્યાં છે અને તેમને મહાગઠબંધનમાં જોડાવવા માટેનાં પ્રયાસો કરી રહ્યા છે. લાલૂ હાલ રિમ્સ હોસ્પિટલનાં કેલી બંગલામાં રહે છે.

સુશીલ મોદીએ આરોપ લગાવ્યો કે લાલૂ યાદવે મોબાઇલ નંબર 805121 6302ના માધ્યમથી એનડીએ ધારાસભ્યોને મહાગઠબંધનમાં સામેલ થવા બદલ મંત્રી બનાવવાની લાલચ આપી રહ્યા છે.

સુશીલ મોદીએ કર્યુ આ ટ્વીટ

જો કે ટ્વીટ કરી આ ખુલાસો કરતા સુશીલ મોદીએ કહ્યુ કે, જ્યારે તેમણે આ મોબાઇલ નંબર પર ફોન લગાવ્યો તો ખુદ લાલૂ યાદવે ફોન ઉપાડ્યો હતો. ત્યારબાદ સુશીલ મોદીએ લાલૂને ફોન પર કહ્યુ કે, જેલની અંદર બેસીને એનડીએની તોડવાના ષડયંત બંધ કરે કારણ કે તે તેમાં સફળ થશે નહીં.

ખરેખર તો, બિહારમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચેનું અંતર માત્ર 15 બેઠકોનું છે. એનડીએ પાસે બહુમતીથી માત્ર 3 ધારાસભ્યો વધુ એટલે કે 125ની સંખ્યા છે, જ્યારે તેજસ્વી યાદવની આગેવાની હેઠળના મહાગઠબંધન પાસે 110 બેઠકો છે. આમ મહાગઠબંધન 122નાં બહુમતી આંકડાથી માત્ર 12 સીટો દૂર છે.

લાલુ

જો કે વિજય થયા પછી, મુખ્ય પ્રધાન નીતીશ કુમારનાં નેતૃત્વમાં મંત્રીમંડળના પ્રધાનોના વિભાગોની વહેંચણી કરી દેવામાં આવી છે, નોંધપાત્ર બાબત એ છે કે સોમવારે નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ 15 સભ્યોની કેબિનેટે પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. નીતીશ કુમારે સાતમી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ શપથ કાર્યક્રમ રાજભવનમાં યોજાયો હતો. રાજ્યપાલ ફાગુ ચૌહાણે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

લાલુ

સુશીલ મોદીનો આ ખુલાસો સનસનીખેજ છે કારણ કે બુધવારે બિહાર વિધાનસભાના સ્પીકરની ચૂંટણી થવાની છે. એનડીએ તરફથી ભાજપ ધારાસભ્ય વિજય કુમાર સિન્હા અને મહાગઠબંધન તરફથી આરજેડી ધારાસભ્ય અવધ બિહારી સિંહ સ્પીકર પદ માટે મેદાનમાં છે.

તે વાતની સંપૂર્ણ સંભાવના છે કે વિધાનસભા સ્પીકર પદ માટે ચૂંટણી નિશ્ચિત છે અને તેવામાં લાગૂ પ્રસાદ તરફથી એનડીએ ધારાસભ્યોને તોડવાના ષડયંત્રનો આરોપ ખુબ ગંભીર છે.

Read Also

Related posts

સોશિયલ મીડિયા યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફેન ફોલોઇંગ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari

આલિયા કેટરીના અને દીપિકા પહેલા પોતાના ‘મિત્રની પત્ની’ને ડેટ કરતો હતો રણબીર કપૂર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!