GSTV

લાલૂ પ્રસાદની તબિયતને લઈને આવ્યા દુ:ખદ સમાચાર/ એર એમ્બ્યૂલન્સથી લવાયા દિલ્હી, પરિવારના તમામ સભ્યોએ કરી લીધી મુલાકાત

રાંચિના રિમ્સના સારવાર લઈ રહેલા લાલૂ પ્રસાદની તબિયત હાલ ચિંતાજનક છે. લાલૂ યાદવા દિકરા તેજસ્વીના જણાવ્યા અનુસાર તેમના ફેફસામાં પાણી ભરાઈ ગયુ છે. તથા તેમનો ચહેરો પણ ફૂલાઈ ગયો છે. લાલૂ યાદવની આ તબિયતને જોતા તેમને શનિવારે એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હીની એમ્સમાં લાવવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેઓ રાંચિથી એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી પહોંચ્યા છે.

દિલ્હી લાવતા પહેલા તેમની સાથે પત્નિ રાબડી દેવી, પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને પૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવ તથા મીસા ભારતીએ લાલૂ યાદવ સાથે મુલાકાત કરી હતી.

લાલૂ યાદવને એમ્સના કાર્ડિયો ન્યૂરો સેન્ટરમાં ભરતી કરાવ્યા છે. તેમના સ્વાસ્થ્યને લઈને હાલમાં કોઈ મેડિકલ બૂલેટિન જાહેર કરાયા નથી.

પૂર્વ મુખ્યમંત્રી લાલૂ યાદવને ગ્રીન કોરિડોર બનાવીને એમ્સ સુધી લાવવામાં આવ્યા હતા. લાલૂ યાદવને આ અગાઉ માર્ચ 2018માં ભરતી કરાયા હતા અને તેમને એપ્રિલમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. ત્યારે હવે ફરી એક વાર તેમને એમ્સમાં ભરતી કરાયા છે.

READ ALSO

Related posts

ખાસ વાંચો/ વરિષ્ઠ નાગરિકોને કાનૂની સુરક્ષા આપશે મોદી સરકાર, જમાઇ અને વહુઓએ પણ વૃદ્ધોને આપવુ પડશે ભરણપોષણ ભથ્થુ

Bansari

ખાસ વાંચો / રેલ્વે યાત્રીઓને મોટો ઝટકો: રેલ્વેએ ભાડામાં કર્યો વધારો, જાણો તમારા ખીસ્સા પર થશે કેટલી અસર

Mansi Patel

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ: વાશિમની હોસ્ટેલમાં 190 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચ્યો, સરકારી તંત્ર આવ્યું હરકતમાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!