લાલુને બેવડો ઝટકો, 30મીઅે હાજર થવા અાદેશ અને ઇડીઅે દાખલ કરી ચાર્જશીટ

બિહારના ભૂતપુર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ રેલ્વે પ્રધાન લાલૂ પ્રસાદ યાદવ અને તેમના પરિવારની મુશ્કેલીઓ ઓછી થતી દેખાતી નથી. શુક્રવારે લાલૂ પ્રસાદ યાદવને બે ઝટકા લાગ્યા હતા. ઝારખંડ હાઇકોર્ટે જામીન લંબાવવાની અરજી ફગાવી દીઘી હતી તો બીજીબાજુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ  આઇઆરસીટીસી ( ઇન્ડિયન રેલ્વે કેટરિંગ  એન્ડ ટુરિઝન કોર્પોરેશન)ના હોટલ ફાળવણી કેસમાં લાલૂ પરિવાર સામે ચાર્જશીટ દાખલ કરી હતી. ધાસચારા કૌભાંડમાં દોષિત જાહેર થયેલા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના વડા લાલૂ પ્રસાદ યાદવને ઝારખંડ હાઇકોર્ટે ઝટકો આપ્યો છે. જામીન પર બહાર લાલૂ પ્રસાદ યાદવે મેડિકલ આધાર પર કોર્ટમાં મળેલા જામીનની મુદત લંબાવવા અરજી કરી હતી જેને નકારી દેવામાં આવી છે.

કોર્ટે લાલૂ પ્રસાદ યાદવને 30 ઓગસ્ત સુધી સરેન્ડર કરવા  નિર્દેશ આપ્યો છે. હાલ સારવાર હેતુ લાલૂ જામીન પર બહાર છે. આ પહેલા કોર્ટે 10 ઓગસ્તના રોજ 20 ઓગસ્ત સુધી લાલૂના  પ્રોવિઝનલ જામીન લંબાવી દીધા હતા.ધાસચારા કૌભાંડના અનેક મામલાઓમાં દોષિત જાહેર થયેલા લાલૂ પ્રસાદ યાદવ રાંચી જેલમાં સજા કાપી રહ્યા હતા  ત્યારે તેમની તબિયત ખરાબ થઇ ગઇ હતી. પહેલા નવી દિલ્હી સ્થિત એમ્સમાં અને પછી મુંબઇ સ્થિત એશિયન હાર્ટ ઇન્સ્ટિટયૂટ્માં તેમની સારવાર કરવામાં આવી હતી. લાલૂ પ્રસાદના વકીલ પ્રભાત કુમારે કહ્યુ હતુ કે કોર્ટ દ્વારા અરજી ફગાવી દેવાયા બાદ હવે તેઓ મુંબઇથી પરત રાંચી સ્થિત રાજેન્દ્ર ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ જશે છે જ્યાં તેમને પહેલા દાખલ કરવામાં આવ્યા હતા.

આઇઆરસીટીસીની બે હોટલોના મેનેજમેન્ટનો કોન્ટ્રાક્ટમાં પણ ફસાયા

બીજીબાજુ  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ આઇઆરસીટીસીની હોટલ ફાળવણીમાં મની લોન્ડ્રિંગ મામલામાં લાલૂ અને તેમના પરિવારના સભ્યો સામે ચાર્જશીટ દાખલ કરી દીઘી છે. આ મામલો આઇઆરસીટીસીની બે હોટલોના મેનેજમેન્ટનો કોન્ટ્રાક્ટ એક ખાનગી કંપનીઓને આપવામાં કથિત ભ્રષ્ટાચારનો  છે. મામલા અનુસાર રેલ્વે પ્રધાનના પદ પર રહેતા લાલૂ પ્રસાદ યાદવે આઇઆરસીટીસી સંચાલિત રાંચી અને પૂરી સ્થિતબે હોટલાનો કોંટ્રાક્ટ સુજાતા હોટલને આપ્યો હતો. આરોપ એ છે કે આ હોટલોનો કોંટ્રાક્ટ આપવાના બદલે એક બેનામી કંપની થકી પટનામાં ત્રણ એકર જમીન લાલૂ પરિવારને આપવામાં આવી હતી.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter