આજે ઘાસચારા કૌભાંડ મામલે લાલુ પ્રસાદ યાદવની સુપ્રીમમાં સુનાવણી

ઘાસચારા કૌભાંડમા જેલમાં બંધ લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થવાની છે. લાલુ યાદવ છેલ્લા એક વર્ષથી જેલમાં બંધ છે. ઝારખંડની હાઈકોર્ટે લાલુ પ્રસાદ યાદવની જામીન અરજીને ફગાવતા લાલુ સુપ્રીમના દરવાજે પહોંચ્યા હતા.

લાલુ પ્રસાદ યાદવે પોતાની તબિયત અને વધતી વય મામલે ઝારખંડની હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેને હાઈકોર્ટે ફગાવી હતી. જેથી લાલુ પ્રસાદ યાદવે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. મહત્વપૂર્ણ છે કે, લાલુ પ્રસાદ યાદવ ડાયાબિટીઝ સહિત અનેક બિમારીથી પીડાઈ રહ્યા છે. જેથી તેમની સારવાર રાંચીમાં આવેલી એઈમ્સમાં કરવામાં આવી રહી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter