GSTV

નીતીશ કુમારે નથી માગ્યું તેજસ્વી યાદવનું રાજીનામુ : લાલુ યાદવ

Last Updated on July 26, 2017 by

રાષ્ટ્રપતિ ચૂંટણી પૂર્ણ થયા બાદ વધુ એકવાર સૌની નજર બિહાર મહાગઠબંધનના ભવિષ્ય પર ટકી છે. બુધવારે પહેલા લાલુએ પોતાના સાંસદો સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ લાલુ પ્રસાદ યાદવે એલાન કર્યું કે નીતીશે તેજસ્વીનું રાજીનામું માગ્યું નથીં તથા કોઇ સ્પષ્ટતા પણ માંગી નથી.

આ સાથે સૌની નજર હવે સાંજે યોજાનારી જેડીયૂની બેઠક પર ટકી છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી બાદ બિહારના જેડીયુ-આરજેડી-કોંગ્રેસ મહાગઠબંધનમાં તેજસ્વી યાદવ પરના ભ્રષ્ટાચારના આરોપ મામલે મતભેદો સપાટી પર આવી ચુક્યા છે. જેડીયુના ધારાસભ્યોની બેઠક પહેલા આરજેડીના ધારાસભ્યોની બેઠક યોજાઈ છે.

આરજેડીના ધારાસભ્યોની બેઠક બાદ લાલુપ્રસાદ યાદવે કહ્યુ છે કે બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે જૂના વલણ પર પાર્ટી યથાસ્થિતિ જાળવી રાખશે. ગત બેઠકમાં આરજેડીએ બિહારના નાયબ મુખ્યપ્રધાન પદેથી તેજસ્વી યાદવના રાજીનામાનો ઈન્કાર કર્યો હતો.

લાલુપ્રસાદ યાદવે કહ્યું છે કે નીતિશ કુમારે તેજસ્વી યાદવનું રાજીનામું માંગ્યું નથી અને કોઈ સ્પષ્ટીકરણ પણ માંગ્યું નથી. તેમણે ક્હ્યું છે કે જ્યાં પણ તેમણે અને તેજસ્વી યાદવને પોતાની વાત રજૂ કરવાની હશે, ત્યાં તેઓ તેની રજૂઆત કરશે. લાલુપ્રસાદ યાદવે કહ્યું છે કે નીતિશ કુમાર મહાગઠબંધનની સરકારના નેતા છે.

બિહારના નાયબ મુખ્યપ્રધાન પદેથી તેજસ્વી યાદવના રાજીનામા માટે રાજકીય દબાણ વધી રહ્યું છે. બિહાર વિધાનસભાનું મોનસૂન સત્ર 28 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. મોનસૂન સત્રમાં તેજસ્વી યાદવના રાજીનામા મામલે હંગામાના આસાર છે.

Related posts

વાઇરલ વિડીયો / જ્યારે વરરાજાને લેવા પોતે કાર લઈને નીકળી પડી કન્યા, ‘સ્વૈગ’ બતાવતા આ રીતે દોડાવી કાર

Vishvesh Dave

સોશિયલ મીડિયા પર પોસ્ટ ‘લાઇક’ને લઇ પતિ-પત્ની વચ્ચે બબાલ, વડોદરાથી સામે આવ્યો અજીબોગરીબ કિસ્સો

Zainul Ansari

અનોખો પ્રયોગ / ફટાકડા ફોડવાના નહીં ખાવાના! અમદાવાદની ગૃહિણીએ તૈયાર કરી અનોખી ચોકલેટ્સ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!