GSTV
Home » News » VIDEO: લાલુ યાદવે એવી એક્ટીંગ કરી કે વીડિયો જોઇને તમે લોટપોટ થઇ જશો

VIDEO: લાલુ યાદવે એવી એક્ટીંગ કરી કે વીડિયો જોઇને તમે લોટપોટ થઇ જશો

લોકસભા ચૂંટણી પ્રચારથી દુર અન ઘાસ-ચારા કૌભાંડમાં જેલમાં સજા કાપી રહેલા  બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે ટ્વિટરનાં માધ્યમથી પોતાની હાજરી દર્શાવી છે. પોતાની લાક્ષણિક અદામાં લાલુ યાદવે પીએમ મોદી પર નિશાન તાક્યુ છે.

પીએમ મોદીનાં ભાષણનાં જુવા વીડિયોને ડબસ્મેશ એપ્લિકેશનનાં માધ્યમથી જોડીને જોરદાર વીડિયો બનાવ્યો છે. તેમજ આ વીડિયોને પોતાનાં ટ્વિટર હેન્ડલ પર શેયર કર્યો છે.

વીડિયો શેયર કરીને તેનાં કેપ્શનમાં લખ્યું છે કે, મફતમાં લઇ લો 15 લાખ, અચ્છે દિન અને ગપગોળા(જુમલા). ટ્વિટર પર શેયર કરેલા વીડિયોમાં RJD સુપ્રિમોએ પીએમ મોદીનાં બયાનો સાથે લિપ્સિંગ કર્યુ છે. જેમાં પીએમ મોદી જનતા સાથે સંવાદ કરતા કહે છેકે,અચ્છે દિન આયેંગે.

મહત્વનું છે કે 1977 પછી પહેલી વખત લાલુ યાદવ કોઇ ચૂંટણી પ્રચારમાં સામેલ થયા નથી. 2014ની લોકસભા ચૂંટણી અને 2015માં બિહાર વિધાનસભા ચૂંટણીમાં પોતાની પાર્ટી માટે લાલુ પ્રસાદે પ્રચાર કર્યો હતો.  જો કે ત્યારે પણ લાલુ યાદવ જામીન મેળવીને પ્રચાર કરવા માટે જેલની બહાર આવ્યા હતાં. જો કે આ વખતે લાલુ યાદવને જામીન ન મળી.

READ ALSO

Related posts

પ્રિયંકા ગાંધીનાં કાફલાની ગાડીએ મહિલા કોન્સ્ટેબલને કચડી

Mayur

TIK TOKના રસિકો માટે આવ્યા ખુશખબર : મદ્રાસ હાઇકોર્ટે બદલ્યો આદેશ, અહીંથી થઈ શકશે ડાઉનલોડ

Mayur

26 એપ્રિલે વારાણસી જશે પીએમ મોદી, રોડ-શો બાદ ઉમેદવારી પત્ર ભરશે

Nilesh Jethva