GSTV
India News Trending

રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદની તબિયત ફરીથી લથડી, દિલ્હી એઇમ્સમાં દાખલ કરાયા

ઘાસચારા કૌભાંડમાં સજાનો સામનો કરી રહેલા રાષ્ટ્રીય જનતા દળ(રાજદ)ના સુપ્રીમો લાલુ પ્રસાદની તબિયત ફરીથી લથડી છે અને તેમને વધુ સારી સારવાર માટે એઇમ્સ, દિલ્હીમાં ખસેડવામાં આવ્યા છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

રાજેન્દ્ર ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ(આરઆઇએમએસ)ના મેડિકલ બોર્ડે લાલુ પ્રસાદ યાદવને એઇમ્સ, નવી દિલ્હીમાં ખસેડવાની ભલામણ કરી હતી.

લાલુ પ્રસાદ

આરઆઇએમએસમાં પ્રસાદની સારવાર કરી રહેલા સાત ડોકટરોની ટીમના વડા ડો. વિદ્યાપતિએ જણાવ્યું છે કે મેડિકલ બોર્ડે લાલુપ્રસાદ યાદવને દિલ્હીની એઇમ્સમાં ખસેડવાની ભલામણ કરી હતી કારણકે તેમની તબિયત ફરી એક વખત લથડી છે.

લાલુ પ્રસાદ યાદવનું ક્રિએટિનિન લેવલ ૩.૫થી વધીને ૪.૬ થઇ ગયું છે. બ્લડ સુગર અને બ્લડ પ્રેશરમાં સતત વધઘટ થઇ રહી છે. ઘાસચારા કૌભાંડમાં દોરાન્દા ટ્રેઝરીમાંથી ૧૩૯ કરોડ રૂપિયાની ઉચાપત કરવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.

Read Also

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

GSTV Web Desk
GSTV