GSTV

ઘાસચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલુ યાદવની તબિયત લથડી, રાંચીના રિમ્સમાં છે દાખલ

ઘાસચારા કૌભાંડ મામલે સજા ભોગવી રહેલા અને રિમ્સના પેઈંગ વોર્ડમાં સારવાર મેળવી રહેલા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવની તબિયત લથડી છે. સૂત્રો અનુસાર, તેમને શ્વાંસ લેવામા સમસ્યા થઈ રહી છે. રિમ્સમાં તેમની સારવાર કરી રહેલા ડૉક્ટર હોસ્પિટલ પહોંચી ચૂક્યા છે. આ અગાઉ ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તાએ પણ રિમ્સ પહોંચી તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી.

પૂર્વ મુખ્યમંત્રી લાલુને 23 ડિસેમ્બર 2017ના જેલમાં મોકલવામા આવ્યા હતા. લાલુને જેલમાં એક મહિના અગાઉ 3 વર્ષ પૂર્ણ થયા હતા. તેઓ છેલ્લા 2.5 વર્ષથી રિમ્સમાં સારવાર મેળવી રહ્યાં છે. જેલથી 6 સપ્ટેમ્બર 2018ના સારવાર માટે રિમ્સમાં શિફ્ટ કરવામા આવ્ા હતા અને ત્યારથી તેઓ સતત સારવાર હેઠળ છે. તેમનો સૌપ્રથમ રિમ્સના કાર્ડિયોલોજી વિભાગમાં દાખલ કરાયા હતા. જેલમાં સજા ભોગવતા સમયે નિયમોનો ભંગ કરવા બદલના એક કેસમાં ઝારખંડ હાઈકોર્ટમાં 22 જાન્યુઆરી એટલે કે શુક્રવારે જ સુનાવણી થવાની છે. અગાઉની સુનાવણીમાં સીબીઆઈએ સવાલ કર્યો હતો કે, લાલુ જેલ મેન્યુઅલનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યાં છે અને આ હાઈકોર્ટના આદેશની અવમાનના ગણાશે.

READ ALSO

Related posts

કામનું / WhatsApp પર મોકલો છો વીડિયોઝ તો તમારી માટે આવ્યુ છે આ જબરદસ્ત ફીચર, જાણો શું થશે ફાયદો?

Mansi Patel

કંગના રાણાવતે પોતાના જન્મને લઇ કર્યો મોટો ખુલાસો, જયારે ઘરેમાં પેદા થઇ હતી બીજી છોકરી

Sejal Vibhani

વ્હાઇટ હાઉસને ફરીથી કબ્જે કરવાનો ટ્રમ્પનો હુંકાર: મોદીના દોસ્તે હાર બાદ પ્રથમવાર જ જાહેરમાં ભારતને ઉતારી પાડ્યું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!