GSTV
Home » News » દેશભરમાં ભયાવહ સ્થિતિ, અઘોષિત ઇમરજન્સી 75 % લાગુ થઇ છે : લાલુ યાદવ

દેશભરમાં ભયાવહ સ્થિતિ, અઘોષિત ઇમરજન્સી 75 % લાગુ થઇ છે : લાલુ યાદવ

રાંચી કોર્ટમાં ચારા કૌભાંડ મામલે હાજર થયેલા તથા યુપીએના સહયોગી રહેલા રાષ્ટ્રીય જનતા દળ એટલે કે આરજેડીના લાલૂ પ્રસાદ યાદવે મોદી સરકાર વિરુદ્ધ આરોપ લગાવ્યા છે. લાલૂ પ્રસાદ યાદવે કેન્દ્રની મોદી સરકાર પર દેશભરમાં અઘોષિત ઇમરજન્સી 75 % લાગુ  કરવાનો આરોપ લગાવ્યો છે.

કર્નાટકના પ્રધાનના નિવાસસ્થાને અને રિજોર્ટમાં આઇટીના દરોડાનો ઉલ્લેખ કરતા આરજેડીના લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે મોદી સરકારે રિજોર્ટમાં દરોડા પડાવ્યા. અમારે ત્યાં દરોડા પડાવ્યા. તો તેમણે અન્ય મોટા લોકોને ત્યાં કેમ દરોડા પાડ્યા નથીં?

તેમણે  વધુમાં કહ્યું કે કાળુ ધન ફરી રહ્યું છે અને તેને શોધવામાં આવી રહ્યું છે નેતાઓ તથા કાર્યકર્તાઓના નિવાસ સ્થાને? લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે જે મોટા લોકો છે તેમની પાસેથી પૈસા નીકાળવામાં આવતા કેમ નથી? લાલુ પ્રસાદ યાદવે આ સાથે કહ્યું કે આખા દેશમાં ભયાનક સ્થિતિ છે. દેશમાં અઘોષિત ઇમરજન્સી 75 % લાગુ કરવામાં આવી છે.

ચાર કૌભાંડ સાથે જોડાયેલા એક કેસમાં રાંચી કોર્ટમાં આવેલા લાલુ પ્રસાદે નીતીશ કુમાર પર પણ આક્ષેપ કર્યો હતો કે નીતીશ પલટૂ રામ છે જે મોદી સરકાર સાથે જોડાઇ ગયા.

Related posts

અયોધ્યામાં બાબરે જ રામ મંદિર બનાવડાવ્યું હતું : મુસ્લિમ પક્ષના વકીલ

Mayur

વીજળી વિભાગના અધિકારીને દંડ ફટકારતાં પોલીસ સ્ટેશનનું કનેક્શન જ કટ, જેવા સાથે તેવા

Bansari

વધુ કહી કહેવા નથી માગતો, મે જે કર્યું તેના પર શરમજનક મહેસુસ કરુ છું : ચિન્મયાનંદે રેપ કર્યાની કબૂલાત કરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!