GSTV
Home » News » લોકસભા ચૂંટણીમાં RJDના સૂપડા સાફ થઈ જતા લાલુ પ્રસાદ યાદવે અન્નનો ત્યાગ કર્યો

લોકસભા ચૂંટણીમાં RJDના સૂપડા સાફ થઈ જતા લાલુ પ્રસાદ યાદવે અન્નનો ત્યાગ કર્યો

લોકસભાની ચૂંટણીમાં આરજેડીના સૂપડા સાફ થયા બાદ આરજેડી અધ્યક્ષ લાલુ યાદવે હોસ્પિટલમાં અન્નનો  ત્યાગ કર્યો છે. હારના કારણે લાલુ યાદવની ઊંઘ પણ ઉડી ગઈ છે. ચૂંટણીના આવેલા પરિણામ બાદ તેઓ સતત તણાવમાં હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થયા છે. ચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા લાલુ યાદવ રાંચીની રિમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

ચૂંટણીના પરિણામમાં આરજેડીને એક પણ બેઠક ન મળતા લાલુએ હોસ્પિટલમાં બપોરનું ભોજન પણ લેવાનું બંધ કર્યુ છે. અને ઉંઘતા પણ નથી. જેના કારણે તેમની આવી દિનચર્યાને પગલે ડોક્ટર્સની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમને ઈન્યુલિન આપવામાં પણ મુશ્કેલી પડ઼ી રહી છે.  લાલુની સારવાર કરી રહેલા ડોક્ટર  ઉમેશ પ્રસાદ કરી રહ્યા છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યુ કે, લાલુ અનેક બિમારીઓથી પીડાઈ રહ્યા છે.

લાલુ યાદવ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીઝની પિડાઈ રહ્યા છે. તો તેમની ઉપર કાર્ડિયાક સર્જરી પણ કરાઈ છે. હાર્ટનો વાલ્વ પણ બદલાવેલો છે. તેને સિવાય તેમને પ્રોસ્ટેટ, પાઈપર યૂરીસિમિયા, પેરિયેનલ ઈન્ફેક્શન, કિડની સ્ટોન અને ફૈટી લીવરની સમસ્યા પણ છે. તેમની વધતી ઉંમરના કારણે તેમની કિડની પણ ફેલ થવાની તૈયારીમાં છે. મહત્વપૂર્ણ છે કે, લોકસભાની ચૂંટણીમાં આરજેડીનું ખાતુ પણ નથી ખુલ્યુ જેથી બિહારમાં મહાગઠબંધનનો સફાયો થયો છે.

READ ALSO

Related posts

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari

ઠાકોર સેનામાં ફરી ગાબડું, ભાજપ ઉમેદવારના ભાઈ કોંગ્રેસમાં જોડાતા રાજકિય ગરમાવો

Nilesh Jethva

ઈ- મેમોથી બચવા આ યુવકે અપનાવ્યો અનોખો આઈડિયા, અંતે આવી રીતે ફુટ્યો ભાંડો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!