GSTV

લાલુ પ્રસાદ યાદવે રાહુલના રાજીનામા અંગે કહ્યું, આ પગલું તેમની પાર્ટી માટે આત્મઘાતી

Lalu Prasad rahul

Last Updated on May 28, 2019 by

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું આપવાનો પ્રસ્તાવ મુકતા રાજકીય ઘમાસાણ મચ્યું છે. ત્યારે આરજેડીના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવે એક ખાનગી અખબારને આપેલી મુલાકાત દરમ્યાન જણાવ્યું છે કે રાહુલ ગાંધીનું આ પગલું તેમની પાર્ટી માટે આત્મઘાતી સાબિત થશે. સાથે જ આ પગલું એ તમામ રાજકીય અને સામાજિક તાકાતો માટે પણ ઝટકા સમાન હશે જે આરએસએસ વિરૂદ્ધ લડાઇ લડી રહ્યા છે.

લાલુએ કહ્યું કે રાહુલ ગાંધીનું આ પગલું એ એક પ્રકારે ભાજપની જાળમાં ફસવા જેવું હશે. ગાંધી-નેહરુ પરિવાર સિવાયના કોઇ વ્યક્તિ જો અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની જગ્યાએ આવશે. તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ નવા અધ્યક્ષને રાહુલ-સોનિયાના રિમોટથી ચાલતી કઠપૂતળી તરીકે દર્શાવશે અને આ ખેલ આવનારી લોકસભા ચૂંટણી સુધી ચાલતો રહેશે. રાહુલે પોતાના રાજકીય ટીકાકારોને આવો મોકો શું કામ આપવો જોઇએ તેવો સવાલ પણ લાલુપ્રસાદ યાદવે કર્યો હતો. મહત્વનું છે કે ઘાસચારા કૌભાંડના આરોપસર લાલુપ્રસાદ યાદવ હાલ રાંચીની રિમ્સ હોસ્પિટલમાં દાખલ છે.

READ ALSO

Related posts

વિડીયો/ હાથીએ બસ પર કર્યો હુમલો, IFSએ સમજદાર ડ્રાઈવરની કરી પ્રશંસા

Damini Patel

મેકઓવર: યોગી કેબિનેટનું આજે વિસ્તરણ, જિતિન પ્રસાદની જગ્યા ફિક્સ, આનંદીબેન પટેલ સાંજે લેવડાવશે શપથ

Pravin Makwana

ખુશખબર / કેન્દ્રીય કર્મચારીઓને આ મહીને મળશે Double Bonanza!, જુઓ ક્યારે અને કેટલાં ગણો વધશે પગાર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!