GSTV
ANDAR NI VAT India News

લાલુ પ્રસાદ યાદવના બૂરે દિન પૂરા થવાનું નામ લેતાં નથી

ઘાસચારા કૌભાંડમાં જામીન પર બહાર આવેલા બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની એક મુશ્કેલી પૂરી નથી થઈ ત્યાં બીજી શરૂ થઈ ચૂકી છે. સીબીઆઈએ આજે તેમના અને તેમના પરિવારના 15 સ્થળોએ દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ લાલુ અને તેની પુત્રી મિશા વિરુદ્ધ પોતાના કાર્યકાળમાં સરકારી ભરતીમાં અનિયમિતતા દાખવવા મામલે નવેસરથી કેસ દાખલ કર્યો છે.

આ કેસ લાલુ પ્રસાદ યાદવ યુપીએ સરકારમાં મંત્રી હતા તે સમયનો છે. ડોરંડા કોશાગારમાંથી ઘાસચારાના ગેરકાયદે વેચાણ મામલે લાલુ પ્રસાદ સામે કેસ ચાલી રહ્યો છે અને તે કેસમાં ઝારખંડ હાઈકોર્ટે તેમને 22મી એપ્રિલે જામીન આપ્યા છે. આ દરમિયાન તેમણે એઈમ્સમાં સારવાર મેળવી અને ત્યારબાદ પુત્રી મિસા ભારતીના ઘરે આરામ કરી રહ્યા છે.

કેસની સુનાવણી પહેલાં તેમની તબિયત વધારે ખરાબ થતાં તેમને એર એમ્બ્યુલન્સના માધ્યમથી દિલ્હી એઈમ્સ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પણ મોટો ડ્રામા થયો હતો. એઈમ્સના ડોકટરે લાલુની બીમારીને સામાન્ય ગણાવી રાંચીમાં જ સારવાર લેવાનું સૂચવ્યું હતું. જો કે એટલામાં તેમની તબિયત વધારે બગડતાં તેમને એઈમ્સમાં દાખલ કર્યા હતા. અંદરખાને જુઓ તો આ લડાઈ બિહારમાં ભાજપ અને આરજેડી વચ્ચેના વર્ચસ્વની લડાઈ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ

Hardik Hingu

મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી

Hardik Hingu

માઇક્રોસ્કોપ વિના નરી આંખે જોઇ શકાય તેવો બેકટેરિયા શોધાયો, સામાન્ય બેકટેરિયા કરતા 1 હજાર ગણો છે મોટો

GSTV Web Desk
GSTV