બોલિવૂડ એક્ટર આમિર ખાનની કોમેડી-ડ્રામા ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની ફેન્સ કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે રક્ષાબંધનના અવસર પર 11 ઓગસ્ટે રિલીઝ થશે. એક્ટર અને ઈન્ડસ્ટ્રીના મિસ્ટર પરફેક્શનિસ્ટ આ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર છોડવા માંગતા નથી. આવી સ્થિતિમાં ફરી એકવાર આમિર ખાને સાબિત કર્યું છે કે તે બધાથી અલગ છે. ફિલ્મના ટ્રેલર રિલીઝને લઈને તેઓ એક નવો આઈડિયા લઈને આવ્યો છે. તે તદ્દન અનન્ય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આમિર ખાન આઈપીએલ 2022ના ફિનાલે પર ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું ટ્રેલર રિલીઝ કરશે. ફાઈનલ મેચમાં લાઈવ ક્રિકેટ સેરેમની સમયે ટ્રેલર રજૂ કરશે. આ ફિનાલે 29 મે 2022ના રોજ થવા જઈ રહી છે. આ સમાચાર સાંભળીને ચાહકો અત્યત ઉત્સાહિત થયા હતા.

સામે આવી આ મહત્વની માહિતી
સૂત્રના જણાવ્યા અનુસાર જ્યારે આમિર ખાનની વાત આવે છે, ત્યારે તે હંમેશા કંઈક ભવ્ય કરવાની તૈયારીમાં હોય છે. તે એવું કંઈક કરવાનું વિચારે છે જે તે પહેલાં કોઈએ કર્યું ન હોય. ‘લાલ સિંહ ચઢ્ઢા’નું ટ્રેલર 29 મેના રોજ રિલીઝ થશે. આ દિવસે આઈપીએલની ફાઈનલ પણ છે. આઈપીએલને જોતા, મેકર્સ અને આમિર ખાને સાથે મળીને નિર્ણય કર્યો છે કે તેઓ એકસાથે સિનેમા અને ક્રિકેટના ચાહકોને આશ્ચર્યચકિત કરશે.

લાઈવ ક્રિકેટ સેરેમની દરમિયાન ફિલ્મનું ટ્રેલર આ રીતે રિલીઝ થવું એ નાની વાત નથી. આ એક અદ્ભુત અનુભવ થવાનો છે. પ્રેક્ષકો માર્કેટિંગ અને જાહેરાતની દુનિયામાં પ્રથમ વખત આવી પ્રચારાત્મક પ્રવૃત્તિ જોશે અને માણશે. સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે ટ્રેલર ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર લાઈવ થશે. તે અંતિમ મેચના બીજા વ્યૂહાત્મક સમય દરમિયાન રિલીઝ કરવામાં આવશે. આવું થવાથી જાહેરાત અને માર્કેટિંગની દુનિયામાં બેન્ચમાર્ક સેટ થશે. આવું પહેલીવાર બનશે, જ્યારે કોઈ ફિલ્મનું ટ્રેલર ભવ્ય સ્તરે રિલીઝ થશે, તે પણ વર્લ્ડ ટેલિવિઝન પ્લેટફોર્મ અને સ્પોર્ટ્સ જગતમાં.