GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

હાર્દિક પટેલનું કોંગ્રેસમાં જવા મુદ્દે લાલજી પટેલની પહેલી પ્રતિક્રિયા આવી ગઈ

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં ઉથલપાથલ થઈ રહી છે. ચૂંટણીમાં લાભ ખાટવાના આશયથી મજબૂત નેતાઓને પોતાના પક્ષમાં કરવા જાણે કે કોંગ્રેસ-ભાજપ વચ્ચે ખેંચતાણ ચાલુ છે. પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હાર્દિક જોડાય તે પહેલા ગુજરાત કોંગ્રેસ પર ભાજપ પોલિટિકલ સ્ટ્રાઇક કરી તેના ધારાસભ્યોને તોડી ભાજપમાં સામેલ કરે તેવી શક્યતા છે.

પાસ કન્વીનર હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાવાના મુદ્દે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ આકરા થયા છે. લાલજી પટેલે આ મામલે ઉગ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જઈ રહ્યો છે જે યોગ્ય નથી. આંદોલન સમયે કોઈ પક્ષમાં જોડાઈશ નહીં તેવી વાત કરી હતી ત્યારે હવે હાર્દિક સમાજને છેતરી રહ્યો છે. લાલજી પટેલે એમ પણ કહ્યું કે સમાજની માગો હજુ માંગો સંતોષાઈ નથી. ત્યારે પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરીને હવે હાર્દિક ચૂંટણી લડશે તો સમાજ તેને જવાબ આપશે.

ત્યારે પાસ કન્વીનર હાર્દિક પટેલ રાજનીતિમાં ઝંપલાવશે. હાર્દિક પટેલ 12 માર્ચે કોંગ્રેસમાં જોડાશે. 12 માર્ચે રાહુલ ગાંધીના હસ્તે હાર્દિક કોંગ્રેસનો ખેસ ધારણ કરશે. રાજકોટના તરઘડી ગામે યોજાયેલી પાસ કોર કમિટીમાં નિર્ણય લેવાયો છે. પાસ કન્વીનર ગીતા પટેલે કહ્યું કે આ પાસનો નિર્ણય છે. હાર્દિક કોંગ્રેસમાં જોડાઈને સીધી લોકસભાની ચૂંટણી લડશે. જોકે તે કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે હજુ અનિર્ણિત છે. પરંતુ જામનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે તેવી ચર્ચા ચાલી રહી છે.

Related posts

ડીસા ખરીદ વેચાણ સંઘનો વધુ એક વિવાદ આવ્યો સામે, મગફળીનું બારોબાર વેચાણ થયું હોવાનો ખેડૂતોના આક્ષેપ

pratik shah

IL&FSની ગિફ્ટ-સિટીમાં રહેલો 50% હિસ્સો ખરીદવા માટે ગુજરાત સરકાર સક્રિય, કરશે મહત્વનો નિર્ણય

pratik shah

કોરોના ટેસ્ટના નામે તંત્રનો થયો છે ટેસ્ટ, ગુજરાતની વસ્તીની તુલનામાં ખૂબ જ ઓછા પરિક્ષણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!