અમરેલીના વડીયા તાલુકાના તોરી ગામે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ પાટીદાર સ્નેહ મિલનમાં પહોંચ્યા હતા. કલ્પસર યોજના, પાટીદાર અનામત અને રામ મંદિર તેમજ આગામી લોકસભા ચૂંટણી બાબતે પાટીદારોને માર્ગદર્શન આપ્યું હતું. આ સ્નેહ મિલનમાં તોરી અને આસપાસના મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યાં હતા.
લાલજી પટેલે પાટીદારોને એક થવા હાંકલ કરી હતી. અને મહારાષ્ટ્રમાં અનામત આપે તો ગુજરાતમાં કેમ નહીં. તે બાબત પર ભાર મૂકી સમગ્ર ગુજરાતમાં મહાસંમેલન બોલાવવાની જાહેરાત કરી હતી. તેમજ આગામી લોકસભામાં ભાજપને પરાસ્થ કરવાનો હુંકાર કરી. રામ મંદિરના નામે ભાજપ નાટક કરે છે તે બાબતે આકરા પ્રહારો કર્યા હતા. રામ મંદિર બનવું જ જોઈએ તે બાબતને સમર્થન આપ્યું હતું.