GSTV
Home » News » એક થપ્પડે ખરાબ કરી નાખ્યું આ અભિનેત્રીનું જીવન, ઘરમાંથી મળી ત્રણ દિવસ જુની સડેલી લાશ

એક થપ્પડે ખરાબ કરી નાખ્યું આ અભિનેત્રીનું જીવન, ઘરમાંથી મળી ત્રણ દિવસ જુની સડેલી લાશ

lalita pawar

મુંબઇઃ કેટલાક કલાકારોના જીવનમાં સામાન્ય કહેવાતા બનાવો પણ આખી જીદગી યાદ રહી જાય તેવા હોય છે. વઢકણી સાસુના રોલ માટે જાણીતી અભિનેત્રી લલિતા પવારના જીવનની વાત કરીએ તો તેને ફિલ્મના એક રોલમાં કલાકાર દૃવારા મારવામાં આવેલી એક જોરદર થપ્પડે જીવન જ બદલી નાખ્યું હતું. ૮૦ના દાયકામાં જાણીતી હીરોઇન લલિતા પવારને આજે ૧૦૩ વર્ષ થઇ ગયા છે.૧૮ એપ્રિલ ૧૯૧૬ના રોજ નાસિકમાં જન્મેલી લલિતાનું ર૪ ફેબ્રુઆરી ૧૯૯૮માં અવસાન થયું હતું.

લલિતાએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં કેટલીય ફિલ્મો અને ટીવી સીરીયલોમાં કામ કર્યું હતું તેમાં તેણે રામાયણ સીરીયલમાં ભજવેલી મંથરાની ભૂમિકા આજે પણ સૌને યાદ છે.તેનું સાચું નામ અંબા હતું. એ જમાનામાં છોકરીઓને શાળાએ મોકલવામાં આવતી જ ન હોય તે ભણી શકી નહોતી. તેણે પ્રથમ વખતે બાળ કલાકાર તરીકે  એક મુંગી ફિલ્મમાં કામ કર્યૂં હતું અને તેને આ માટે ૧૮ રૃપિયા આપવામાં આવ્યા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે કે લલિતા અભિનેત્રી હોવા સાથે સાથે એક સારી ગાયિકા પણ છે.

ફિલ્મોમાં સફળતાની સીડી ચડતી હતી ત્યારે તેની સૂંદરતાને કોઇની નજર લાગી ગઇ અને ૧૯૪રમાં તે જંગ-એ-આઝાદી ફિલ્મનું શૂટીંગ ચાલતું હતું ત્યારે એક દૃશ્ય ભજવતી વખતે અભિનેતા ભગવાન દાદાએ તેને જોરદાર થપ્પડ મારતા પડી ગઇ હતી અને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ડોકટર તેની સારવાર કરતા હતા ત્યારે કોઇ અલગ દવાને લીધે લલિતાના શરીરના ડાબા ભાગમાં લકવાની અસર થઇ ગઇ અને તેના લીધે ડાબી આંખ સંકોચાઇ ગઇ અને ચહેરો ખરાબ થઇ ગયો.

ત્યાર બાદ તેને ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઇ ગયું, આમ છતાં તે ફિલ્મોમાં કામ શોધતી રહી અને ૧૯૪૮માં તેની એક બંધ આંખ સાથે દિગ્દર્શક એસએમ યુસુફની ફિલ્મ ગૃહસ્થીમાં અભિનય સાથે ફિલ્મ જગતમાં ફરી પદાર્પણ કર્યું. લલિતાને હવે કઠોર સાસુના રોલ મળવા લાગ્યા તો તેણે એને પણ સ્વીકારી લીધા. આ દરમિયાન તેણે અનાડી ફિલ્મમાં મીસીસ ડીસા, મેમ દીદીમાં મીસીસ રાય અને શ્રી ૪ર૦માં કેળાવાળી બાઇની ભૂમિકા ભજવી હતી. લલિતાના અંગત જીવનની વાત કરીએ તો તેના પહેલા પતિ ગણપતે તેને દગો દીધો હતો.

ગણપતને તેની નાની બહેન સાથે પ્રેમ થઇ જતા બંને છૂટા પડયા હતા અને બાદમાં લલિતાએ નિર્માતા રાજપ્રકાર ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા. પોતાની કારકિર્દીમાં ૭૦૦ ફિલ્મોમાં અભિનય કરનાર આ અભિનેત્રીએ પૂના ખાતેના આરોહી બંગલામાં આંખો મીંચી લીધી હતી. આ સમયે તેના પતિ રાજપ્રકાશ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને પુત્ર પરિવાર સાથે મુંબઇ હતો. પુત્રે ફોન કર્યો ત્યારે કોઇએ ફોન નહી ઉપાડતા તેના  મોત બાદ ત્રીજા દિવસે પરિવારને જાણ થઇ હતી. ઘરના દરવાજા તોડતા પોલીસને લલિતા પવારની ત્રણ દિવસથી સડતી લાશ મળી હતી.

Read Also

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah

મતદાન જાગૃતિ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડરે જ ન કર્યું મતદાન, જાણો કારણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!